________________
૨૫૧
આ છે અણગાર અમારા જોવા આવે.
સુરેન્દ્રનગર હાઇસ્કુલના સંસ્કૃત શિક્ષક શ્રી નાથાલાલ દયાળજીએ કહ્યું કે આપશ્રી ‘વસંતઋતુમાં આમ્રવનનું સૌંદર્ય એ વિષય પર નવાં શ્લોક બનાવી આપો. તેમણે શ્લોક લખાવ્યો.
कूजन्ति मधुरं प्रीत्या, कोकिलाद्याः प्रतिक्षणम् ।
काननं पुष्पसंयुक्तं, वसन्ते हि समागते ॥ અર્થ: વસંત ઋતુ આવતાં કોયલ વગેરે પક્ષીઓ પ્રતિક્ષણે મધુર ટહુકા કરે છે. સંપૂર્ણ વન પુષ્પ વગેરેથી યુક્ત બનીને મનોહર દેખાય છે.
એક જગ્યાએ હાઇસ્કુલ હેડ માસ્તરે “સમભાવ' શબ્દ ગોઠવીને અંતર્લીપિકા શ્લોક બનાવવા વિનંતી કરી. મુનિશ્રીએ તરત જ શ્લોક બનાવ્યો.
सर्वे जीवाः समाः प्रोक्ता, मह्यां पातालस्वर्गयोः ।
भावनीयमिति स्वान्ते, वरिष्टैर्मोक्षहेतवे ॥ અર્થ : ઉત્તમ મનુષ્યોએ મોક્ષ મેળવવા માટે પોતાના અંતરમાં પૃથ્વી, પાતાળ અને સ્વર્ગમાં રહેલા સર્વ જીવો સરખા છે એવી ભાવના ભાવવી.
પંડીત પુરુષોત્તમદાસજી શાસ્ત્રી, સાહિત્યાચાર્યે સંસ્કૃત શ્લોક પાદપૂર્તિ માટે ચોથું ચરણ નીચે મુજબ આપ્યું.
વિદિ ના વન્દ્ર નો चौराय सौख्य ददते न चन्दिका, रसायनं शन्तिकरं न रोगिणः ॥
धर्मोपदेशो हितकृन्न दुर्जने, विदाहिनं नन्धते चन्दनं नो ॥
અર્થ જેમ ચાંદની ચોરોને આનંદ આપતી નથી, જે રોગી છે તેને રસાયણ શાન્તિકર નથી, દુર્જનોને ધર્મોપદેશ હિતકર નથી લાગતો તેમ દાઝેલાને ચંદન આનંદ આપી શકતું નથી.
એક વખત એક સભાના પ્રમુખશ્રીએ ચાર ચરણના અક્ષરો આડા અવળા કહ્યા હતા, રત્નચન્દ્રજી સ્વામીએ આખો શ્લોક લખાવ્યો તે આ પ્રમાણે છે.
धर्मकार्याण्यकुर्वाणाः, शर्मवाज्छन्ति ये नराः ।
विनानिलोप योगेन, नूनं ते जीवनार्थिनः ॥ જૈન શબ્દનો અર્થ તથા ઉત્ક્રમથી તેનો અર્થ સૂચવતો શ્લોક તેમણે બનાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org