________________
આ છે અણગાર અમારા
૨૪૯
અંતર્યાપિકામાં ગોઠવાય એવો એક નવો શ્લોક માગેલો. ૬ અને ટ પ્રથમાક્ષરવાળા શબ્દ હોતા નથી તેથી સભાના પ્રમુખ શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવે તે અક્ષરો વચ્ચે ગોઠવવાની સંમતિ આપતાં રત્નચન્દ્રજી સ્વામીએ નીચે પ્રમાણે શ્લોક રચ્યો.
वेपते मनुजो मिथ्या, सडकटे हि समागते । शोचनीयं पुरैवेदं, संकटं हियते कथम् ॥
અર્થાત્ ઃ જ્યારે સંકટ આવે છે, ત્યારે જ માણસ રડવા બેસે છે પણ તે મિથ્યા છે. વસ્તુતઃ સંકટ આવ્યા પહેલાં જ તે કેમ ન આવે તેનો અથવા તેના નાશનો વિચાર કરી રાખવો જોઈએ.
પંડિતરાજ શ્રી રત્નચન્દ્રજી સ્વામીના શીઘ્રરચિત અને અર્થ ગાંભીર્યવાળાં કાવ્યો તેમને ઋષિઓની કોટિમાં બેસાડે તેવાં છે. અહીં તેનો આપણે પ્રસાદીરુપે થોડો આસ્વાદ લઇએ. અમદાવાદમાં શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવે (સભાના પ્રમુખ) ‘રણમાં વંટોળ’ વિષે શ્લોક માગ્યો હતો. તેના જવાબમાં તેમણે તરત જ શ્લોક રચી આપ્યો.
क्षेत्रं शिवं कनकस्पमदि तथापि, क्लेशेन भारत नृणामभवद्दरिद्रम् । तेनाधुनाहह विभाति वनोपमं तम् मन्येधमं कलहवायु निदानमेतत् ॥
ભાવાર્થ : કલ્યાણરુપ અને સોના જેવી આ ભારત ભૂમિ હતી, તે આજે ભારતવાસીઓના પરસ્પર કલેશને કારણે દરિદ્ર બની ગઇ છે જેથી તે રણના જેવી જણાય છે અને રણ બનવાનું કારણ હું એવું માનું છું કે કલહરુપ વાયુના વંટોળનું જ એ પરિણામ આવ્યું છે.
વાંકાનેરમાં શ્રી હીરાચંદ મોતીચંદે ‘ગ્રામજીવનની મહત્તા વિષે શ્લોક માગ્યો હતો. તેમણે ઉત્તરમાં આ શ્લોક રચી આપ્યો.
स्वच्छो वायुः क्षितिः स्वच्छा, जनानां मानसं तथा । अल्परोगस्ततः प्रोक्तं, ग्राम्यजीवनमुत्तमम् ॥
શ્રી પોપટલાલ પુંજાભાઇ શાહે વાંકાનેરમાં માં ધુમસ્થ વિભૂષળમા એ પંક્તિ ઉપરથી પાદમૂર્તિ માંગી હતી. ઉત્તરમાં તેમણે દ્રુતવિલમ્બિત છંદમાં શ્લોક
રચી આપ્યો.
द्रुतविलम्बित वृत्तम्
सरलता हदयस्य विभूषणं, विनयिता वचनस्य विभूषणम् । सूचरितं नरदेह विभूषणं, परिमलं कुसुमस्य विभूषणम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org