________________
આ છે અણગાર અમારા
૨૪૭
વિદ્વાનોમાંય બહુધા આ ત્રણ ક્રિયાઓ કરનારી શક્તિ સુવ્યવસ્થિત કાર્ય કરતી નથી હોતી. જ્યારે પંડિતરત્ન શ્રી રત્નચન્દ્રજી સ્વામીએ સૌપ્રથમ સંવત ૧૯૬૨માં થાનગઢ ચાતુર્માસમાં પહેલી વાર ૮, બીજીવાર ૧૭ અને ત્રીજી વખત જાહેરસભામાં ૫૦ અવધાન કર્યા હતા.
સંવત ૧૯૬૩માં ચોટીલામાં ૩૬ અવધાન કર્યા. એ જ વર્ષે જેતપુર ચાતુર્માસમાં એક વાર ૧૨ અને બીજી વાર ૫૦ અવધાન કર્યા હતા.
સંવત ૧૯૬૪માં માંગરોલમાં ૮ અવધાન કર્યા.
સંવત ૧૯૬૫માં મોરબી ચાતુર્માસમાં એક વખત ૧૨ અને બીજી વખત ૪૦ અવધાન કર્યા.
સંવત ૧૯૬૯ પાલણપુર ચાતુર્માસમાં એક કલાકમાં ૧૬ અવધાન કર્યા. સંવત ૧૯૭૧માં નવસારીમાં ૮ અવધાન કર્યા. મુંબઇમાં ૨૦ અને ૩૬ અવધાન જાહેરસભામાં કર્યા.
સંવત ૧૯૭૫માં માંડવીમાં ૨૧ અને ભૂજપુરમાં ૧૩ અવધાન કર્યા. સંવત ૧૯૭૭માં પોરબંદરમાં ૨૪ અને લીંબડી ચાતુર્માસમાં ૨૮ અવધાન કર્યા.
સંવત ૧૯૭૮ ભાવનગરમાં સર પ્રભાશંકર પટ્ટણીના પ્રમુખપદે ૩૫ અવધાન કર્યા અને વાંકાનેર ચાતુર્માસમાં ૧૨ અવધાન કર્યા.
સંવત ૧૯૭૯ માં ચોટીલામાં ૧૨, માળિયમાં ૧૩ અને અમદાવાદમાં ૩૫ અવધાન કર્યા.
સંવત ૧૯૮૧માં વઢવાણ કેમ્પમાં જાહેરમાં ૪૧ અવધાન કર્યા.
સંવત ૧૯૮૩ વાંકાનેર રાજાસાહેબના પ્રમુખપદે રણજિત વિલાસ મહેલમાં ૫૭ અવધાન કર્યા.
સંવત ૧૯૯૦ જયપુરમાં ૪૮ અવધાન કર્યા.
સંવત ૧૯૯૧ અલવરમાં રાજઋષિ કોલેજમાં ૪૮ અવધાન કર્યા. એ જ વર્ષે દિલ્હીમાં અવધાન કરતાં સભાએ ‘ભારત રત્ન’ ની ઉપાધિ આપી. સંવત ૧૯૯૨માં ગુરુકુલ પંચકુલામાં ૧૦૧ અવધાનની યોજના હતી પણ સમયના અભાવે ૮૬ અવધાન થયા ત્યારે ‘ભારત ભૂષણ' ની પદવી એનાયત કરવામાં આવી.
સંવત ૧૯૯૩માં પાટિયાલામાં જાહેરમાં ૬૦ અવધાન કર્યા. ‘વિદ્યા વારિધિ’ ની ઉપાધિ મેળવી. સંવત ૧૯૯૫માં આગ્રામાં ૬૦ અવધાન કર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org