________________
૨૪૮
શ્રી રત્નચન્દ્રજી સ્વામી સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, મધ્ય ભારત તથા ઉત્તર ભારત જયાં જયાં વિચાર્યા ત્યાં ત્યાં જુદા જુદા સ્થળે અવધાન પ્રયોગો કર્યા હતા. આઠ અવધાનની શરુઆત કરીને ૧૦૧ અવધાન સુધીની શક્તિ તેમણે પ્રાપ્ત કરી હતી તેથી જૈન જૈનેતર પ્રજા સામાન્ય રીતે “શતાવધાની' ના નામથી જ ઓળખતા.
અવધાનોમાં કેટલાક પ્રયોગો ગુજરાતી, હિન્દી, મરાઠી, સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી, ફારસ, ઉ ઇત્યાદિ ભાષામાં વાક્યો ગ્રહણ કરીને અવધાન પ્રયોગોની પૂર્ણાહુતિ વખતે અનુક્રમે બોલી જવાના હતા. કેટલાક પ્રયોગો ગણિતને લગતા. કેટલાક જ્યોતિષને લગતા, કેટલાક યંત્રો પૂરવાના આકંડાને લગતા તો કેટલાક પાદપૂર્તિના હતા. લીંબડીના અવધાન પ્રસંગે એક શાસ્ત્રીજીએ પ્રશ્ન પૂછયો, “વેદાંત અને સાંખ્ય મતના તારતમ્યનું નિરુપણ કરે તેવો એક નવો શ્લોક રચી આપો..” શ્રી રત્નચન્દ્રજી સ્વામીએ તરત શ્લોકનાં બે પદો લખાવ્યાં અને આઠ પ્રશ્નો થયા બાદ બીજા બે પદ લખાવ્યા. આવી રીતે શ્લોકની સુઘટિત રચના નીચે પ્રમાણે બની.
__एकमेव परं तत्त्वं वेदान्तिनां च सम्मतम् ।
प्रकृतिः पुरुषाद् भिन्ना, द्वैतंसांरव्यमताश्रितम् ॥ ભાવનગરમાં અવધાન પ્રસંગે એક પૃચ્છકે એક પાદપૂર્તિ કરી આપવાનો પ્રશ્ન પૂછયો. પાદપૂર્તિ હતી : “નીર નેવના મોભે ચડે અને મુનિશ્રીએ શીઘ્રતાથી તે કરી બતાવ્યું.
બહુ યત્ન કરી પેદા કરે, આ દેશના ખેડૂ અરે ! તેં રુ વણિકો મોકલે, જાપાન ને યૂરપ અરે !
કાપડ મંગાવી વાપરે, ખેડૂજનો ભૂખ્યા રડે. દુનિયા સકળ દેખે અહા, નીર નેવના મોભે ચડે .. અવધાન શક્તિ સાથે કવિતા રચવાની શક્તિ પણ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે તેવી હતી તેથી તેઓ શીઘ્રકવિ પણ કહેવાતા.
અમદાવાદમાં કવિ શ્રી નાનાલાલ દલપતરામે “આયુષ્યનું અમૃત સાધુતા છે” એના પર છંદના નામ સાથે પાદપૂર્તિ માગી હતા. શ્રી રત્નચન્દ્રજી મહારાજે તરત જ પાદપૂર્તિ કરી આપી. તે નીચે પ્રમાણે છે.
બુદ્ધિતણું અમૃત સત્યજ્ઞાન, યોગીતણું અમૃત આત્મભાન ! વિજ્ઞાનનું અમૃત મુક્તતા છે, આયુષ્યનું અમૃત સાધુતા છે. તે એ જ સભામાં શાસ્ત્રી શ્રી રામકૃષ્ણ હર્ષજીએ જેમાં વેડરેશ શબ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org