________________
૨૪૬
શ્રી રત્નચન્દ્રજી સ્વામી પાસેથી ન્યાયના વિવિધ ગ્રન્થો જેવા કે તર્કસંગ્રહ, ન્યાયબોધિની, નીલકંઠી, દીપિકા, ન્યાય સિધ્ધાંત મુક્તાવલિ, દિનકરી, પંચલક્ષણી, સિધ્ધાંત લક્ષણ, અવિચ્છેદકત્વ, નિરુક્તિ, વ્યુત્પત્તિપાદ, શક્તિવાદ, શબ્દશક્તિ પ્રકાશિત, સામાન્ય નિરુક્તિ, સાધારણ હેત્વાભાસ, ન્યાયાવતાર, સ્યાદ્વાદ રત્નાકાર વગેરે છંદમાં શ્રુતબોધ, વૃત્ત રત્નાકર આદિ, અલંકારમાં કુવલયાનંદ કારિકા આદિ દર્શનશાસ્ત્રમાં સાંખ્ય તત્ત્વ કૌમુદી આદિ, વ્યાકરણમાં સિધ્ધાંત ચન્દ્રિકા, સિધ્ધાંત કૌમુદી વગેરે સાહિત્યમાં રઘુવંશ, શિશુપાલ વધ, રસ ગંગાધર, મૃચ્છકટિક, કસુમાંજલિ વગેરે ગ્રંથોનો ફક્ત દશ જ વર્ષમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જ્યોતિષ, વેદાંત તથા બૌદ્ધના ગ્રંથોનો પણ સારો અભ્યાસ કર્યો હતો.
તદુપરાંત પૂજય સાહેબ શ્રી લાધાજી સ્વામી, પંડિત રત્ન શ્રી ઉત્તમચંન્દ્રજી સ્વામી, પૂ. ગુરુદેવ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય શ્રી વીરજી સ્વામી વગેરે સંતો પાસે ભગવતી સૂત્ર, પન્નવણા, જીવાભિગમ, અનુયોગદ્વાર, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિ આગમોનો તથા લબ્ધિ બંધી, ગમા, દેશબંધ, સર્વબંધ, કાયસ્થિતિ તથા ગાંગેયના ભાંગા વગેરેનો ઝીણવટથી અભ્યાસ કર્યો હતો.
વિદ્યાર્થિ લુન્ વિદ્યાર્થીએ સુખનો ત્યાગ કરવો. અભ્યાસ કાળ દરમ્યાન આંખ, કાન તથા ગળાની તકલીફ થઇ, ભગંદર જેવા દર્દોના આક્રમણ થયા, સાધુ જીવનની દિનચર્યા, પાદવિહાર વગેરે બધી જ વિષમતાઓ હોવા છતાં જ્ઞાનોપાસનમાં સદા રત રહેતા, એ જ તેમની વિશેષતા હતી.
અભ્યાસ રતિ ઉપરાંત અસાધારણ ધારણાશકિત હતી. જામનગરમાં જયારે પંડિત નારાયણ મૂળજી પાસે તેમણે અભ્યાસ આગળ વધારવાની ઇચ્છા પ્રદર્શિત કરી ત્યારે પંડિતજીએ એક વિલક્ષણ શરત રજૂ કરી. તેમણે કહ્યું, “જયારે હું મકાનનાં પગથિયાં ચડું અને અભ્યાસ કરાવીને નીચે ઊતરું ત્યાં સુધી હું સંસ્કૃતમાં જ બોલીશ અને સંસ્કૃતમાં જ સિધ્ધાંત કૌમુદી શીખવીશ. એક પણ ગુજરાતી શબ્દનો ઉપયોગ નહિ કરું. એ શરત માન્ય હોય તો જ ભણાવીશ.” તે વખતે રત્નચંદ્રજી સ્વામીને સંસ્કૃત અભ્યાસ સામાન્ય હતો, શરત કઠિન હતી છતાં માન્ય કરી. અભ્યાસ શરુ કર્યો. તેમની અજબ ધારણા શક્તિ જોઇ પંડિતજી ખૂબ પ્રસન્ન થયા.
'અવધાનોની હારમાળા સર્જતા શતાવધાનીજી ધારણા શક્તિની પ્રબળતાથી અવધાન શક્તિનો પણ તેમનામાં વિકાસ થયો હતો. અવધાન શક્તિ એ એક વિરલ શક્તિ છે. અવધાનમાં ચિત્તની ત્રણ ક્રિયાઓ થાય છે. (૧) ગ્રહણ (૨) ધારણ (૩) સ્મરણ. સામાન્ય માણસોમાં તો નહિ પરંતુ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org