________________
આ છે અણગાર અમારા
૨૪૫
સુખે ભજીશું શ્રીગોપાળ’” વડીલ બંધુને કહી દીધું કે, “ફરીથી મારું વેવિશાળ નહિ કરતા.’’ ગૃહસ્થાશ્રમની જંજાળનો તાંતણો તૂટ્યો અને મુકત થયેલું મન સંયમ લેવા માટે ઉત્સુક બન્યું પરંતુ મોટાભાઇની આજ્ઞા થઇ કે, “હમણાં બે મહિના અહીં જ રહો, તમારો વૈરાગ્ય પરિપકવ હશે તો દીક્ષા લેવામાં અંતરાય કરીશ નહિ.’ વાત્સલ્યહૃદયી માતાને જ્યારે ખબર પડી કે મારો સોળ વર્ષનો રત્ન સુપાત્ર દીકરો દીક્ષા લેવા માટે ઉત્સુક બન્યો છે ત્યારે તેમનું હૃદય પુત્ર મોહના કારણે ભાંગી પડ્યું. પુત્રને ફરીથી પરણાવવા ખૂબ જ આગ્રહ કર્યો છતાં રાયસિંહભાઇનું મન જરાય ચલિત થયું નહિ, તેમણે ધાર્મિક અભ્યાસ ચાલુ રાખ્યો.
ગુરુ બિન કૌન બતાવે વાટ ?
આગમ વિશારદ પૂજ્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામીનું સંવત ૧૯૫૨ની સાલનું ચાતુર્માસ ભોરારામાં હતું. એ ચાતુર્માસમાં જ રાયસિંહે તીવ્ર સ્મરણશકિતના કારણે સંખ્યાબંધ થોકડાં તથા દશવૈકાલિક સૂત્ર કંઠસ્થ કરી લીધા. ચાતુર્માસ પૂર્ણ થતાં પૂ. ગુરુદેવ સાથે અંજાર તરફ વિહાર કર્યો. બે-ત્રણ મહિનામાં ઉત્તરાધ્યયન સૂત્ર કંઠસ્થ કરી લીધું.
પુત્રની ગૃહસ્થાશ્રમ તરફની ઉદાસીનતા જાણી છેવટે સંવત ૧૯૫૩માં વૈશખ સુદિ ૩ ના દિવસે દીક્ષાની લેખિત આજ્ઞા આપી. માતાપિતાએ પુત્રનો માર્ગ મોકળો કરી આપ્યો. સત્તર વર્ષની વયના નવયુવાન રાયસિંહ ભોરારામાં જ સાધુ ધર્મ અંગીકાર કરે એ ભોરારાવાસીઓ માટે અસાધારણ ઉત્સવનો પ્રંસગ હતો, કારણ કે મુનિરાજની દીક્ષા ભોરારામાં પ્રથમ જ થવાની હતી. ઘર-ઘરમાં મંગલ ગીતો ગવાઇ રહ્યાં હતાં કેમ કે આ પ્રસંગ બધાને માટે સરખો હતો.
પૂ. શ્રી મેઘરાજજી સ્વામી, પૂ. શ્રી દેવચન્દ્રજી સ્વામી, પૂ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય શ્રી વીરજી સ્વામી આદિ સંતસતીજીઓ સહિત ચતુર્વિધ સંઘની હાજરીમાં મુરગ જેવત દેઢિયાની વાડીમાં સંવત ૧૯૫૩, જેઠ સુદિ-૩ને ગુરુવારે રાયસિંહભાઈ દીક્ષિત થઇને મુનિ શ્રી રત્નચન્દ્રજી થયા. પૂ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીના પટ્ટશિષ્ય થયા.
ત્યાર પછી સાતમા દિવસે મુન્દ્રામાં તેમની વડી દીક્ષા થઇ.
જિજ્ઞાસા એ જ્ઞાનની જનની છે. મુનિ શ્રી રત્નચન્દ્રજીના જીવનમાં પ્રથમથી જ જ્ઞાન મેળવવાની તીવ્ર પિપાસા હતી. સંવત ૧૯૫૩ થી ૧૯૬૩ સુધીના એક દાયકામાં શાસ્ત્રી નારાયણ મૂળજી, શ્રી ભાગવતાચાર્ય, શ્રી કૃપાશંકર શાસ્ત્રી, શ્રી શશીનાથ ઝા, શ્રી બાલકૃષ્ણ મિશ્ર અને પંડિત બચ્ચા ઝા જેવા સમર્થ વિદ્વાન પંડિતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org