________________
૨૪૦
શ્રી શામજી સ્વામી ભાવાર્થ : નિદ્રાને બહુ મહત્ત્વ ન આપવું અર્થાત્ બહુ ઊંઘ ન કરવી, હાસ્યનો ત્યાગ કરવો, નકામી વાતોમાં યાને વિકથામાં આનંદ ન માનવો, પરંતુ હંમેશા સ્વાધ્યાયમાં રહેવું.
આ ગાથાના ભાવને તેમણે સારી રીતે પોતાના જીવનમાં ઉતાર્યો હતો. શાસ્ત્ર-સિદ્ધાન્તના અભ્યાસમાં સારી પ્રગતી કરી. વિદ્વાન મ. શ્રી મંગળજી સ્વામી જેવા ગુરુદેવ મળ્યા હોય પછી કચાશ ક્યાંથી રહે ! તેમણે આગળ જવા એટલો ઊંડાણથી શાસ્ત્રાભ્યાસ કર્યો કે તેના કારણે તેઓ બહુશ્રુત કહેવાયા.
તપ ત્યાગનો પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો.
પૂજય સાહેબ શ્રી શામજી સ્વામીના તપ-ત્યાગ પણ ખૂબ જ વખાણવા લાયક હતા. તોફાની પ્રવૃત્તિઓ ઉપર કાબુ મેળવવા વર્ષો સુધી ફક્ત છ જ દ્રવ્ય વાપરતા. બે વર્ષ એક દિવસ ચૌવિહારો ઉપવાસ, બીજે દિવસે એકાસણું એમાં ચૌદશ-પૂજન ઘણીવાર છઠ્ઠ કરતા, જેમાં પાણીનો તદન ત્યાગ અને એકાસણે છાશની આછ વાપરતા. આવી રીતે બે વર્ષ પાણી વિના તપ કર્યું હતું.
બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, પૂનમ કે અમાવાસ્યા એમ મહિનામાં દશ ઉપવાસ કરતા હતા. એકસાથે મોટો તપસ્યાનો થોક કરી પછી મોટું કાયમ માટે ખુલ્લું રાખવું તે સહેલું છે પરંતુ કાયમ માટે આવી તપસ્યા કરવી તે કઠિન છે. આજે તપસ્યાઓ ઘણી થાય છે પરંતુ આહાર સંજ્ઞા જીતાતી નથી કેટલાક ઠેકાણે તો વધે છે ત્યારે સમજવું જોઈએ કે તપના મર્મને હજી આપણે સમજી શક્યા નથી. પૂજ્યશ્રીના જીવનમાંથી બોધ લેવા જેવો છે.
'વંદન હો એ નિસ્પૃહી મહાત્માને ! |
કોઈ વાર મોટા વિહારમાં સાધ્વી-શિષ્યાઓ માગણી કરે કે સાહેબ ! થોડો સામાન ઉપાડવાનો લાભ આપો ત્યારે પૂજયશ્રી કહેતા, “બહેનો ! મારી પાસે નવા કપડાં રાખું છું. બે ચોલપટ્ટા, એક પછેડી, એક ગાંતરિયો, ધાબળી, કામળી, પાથરણું, મુહપત્તિ અને હાથ લૂછયું. આનાથી વધારે નથી. આ બધું તો જરુરી છે. આનાથી વિશેષ વસ્ત્રો તેઓ રાખતા નહિ. એ ઘસાઈ જાય ત્યારે બીજા યાચે. સંગ્રહવૃત્તિવાળાને આમાંથી સારી પ્રેરણા મળી શકે છે.”
( મીઠી મીઠી લાગે છે ગુરુજીની હિતશિક્ષા તેઓશ્રી નૂતન સાધ્વીજીઓ કે દીક્ષાર્થિની બહેનોને તેમનું ભાવિ જીવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org