________________
૨૩૮
શ્રી શામજી સ્વામી
'શાસ્ત્રજ્ઞ પૂજ્ય સાહેબ શ્રી શામજી સ્વામી
તપસ્વી પૂજ્યશ્રી શામજી સ્વામીનો જન્મ વિ.સં. ૧૯૩૪ના મહા સુદિ ૧૧ના પવિત્ર દિવસે (કચ્છ) રાપરની બાજુમાં સઈ ગામમાં થયો હતો. તેમના પિતાજીનું નામ લક્ષ્મીચંદભાઈ બેચરભાઈ હતું. માતાનું નામ નવલબહેન હતું. મોટા ભાઈનું નામ મોતીચંદભાઈ હતું. નાના ભાઈ તથા બહેનનું નામ અનુક્રમે
પસિંહ અને ગંગાબહેન હતું. ચરિત્રનાયકશ્રીનું સંસારી નામ પણ શામજીભાઈ હતુ.
'બાલપણના તોફાની ભવિષ્યમાં મહાન ત્યાગી થયા
સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે બાળપણમાં જે બાળકો તોફાની અને ચપળ હોય છે તે આગળ છતાં ખૂબ જ સ્થિર થઈ જાય છે અને નામ કાઢે છે. તેમ શામજીભાઈ પણ બાળપણમાં ખૂબ જ તોફાની હતા. લીંબડા, પીપળાના ઝાડ પર ચઢી કૂદકા મારવા, સંતાકૂકડી વગેરે રમતોમાં તેઓશ્રી ખૂબ જ કુશળ હતા. આટલી બધી ચપળતા હોવા છતાં તે દહાડે સંયમ લીધા પછી તેમણે આધ્યાત્મિક પ્રગતિ કેવી રીતે અને કેટલી ખ્યાતિ મેળવી તે આગળ વાંચવાથી ખ્યાલ આવી શકશે.
આત્મ અવિચળ સુખ મેળવવા, કદી હોય મરજી તારી,
કર સદ્ગુરુનો સંગ રંગથી વાત માનજે તું મારી. શામજીભાઈ એક વખત ગોળ ખરીદવા મોરબી ગયા હતા. ત્યાં બિરાજતા વીર મ. શ્રી મંગળજી સ્વામીના દર્શન થયા. ગુરુના દર્શન માત્રથી ભવ્ય જીવોની ભાવના કેવો વળાંક લે તે આ પ્રસંગ ઉપરથી જાણી શકાશે. ગુરુદેવના ઉપદેશ વિના તેમના દર્શનથી જ પૂર્વજન્મના કોઈ સંસ્કારોનાં કારણે તેમના વિચારોએ એકાએક વળાંક લીધો અને તેમણે ગુરુમહારાજશ્રી મંગળજી સ્વામીના ચરણ-શરણમાં કાયમ માટે રહી જવા પોતાની ભાવના વ્યક્ત કરી.
ઉપાદાન જ્યારે તૈયાર થાય છે ત્યારે નિમિત્ત અવશ્ય મળી જાય છે. શામજી ભાઈએ ઘરે આવીને પોતાના વિચારો જણાવ્યા.
“મારો દીકરો સાધુ બની જશે.' એ બીકે મોહાવેશી પિતાએ તે ઉચ્ચ ભાવને દબાવી દેવા શામજીભાઈને કોઠારમાં પૂરી દીધા. ત્રણ દીવસ સતત કોઠારમાં રાખ્યા. પછી પિતાજી પૂછે છે, “કેમ ! શામજી? શું ઈચ્છા છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org