________________
આ છે અણગાર અમારા
૨૩૭ દંડની શિક્ષા થશે. મોરબી નરેશે આ પ્રમાણે જીવદયાનું કામ કરી ગોબ્રાહ્મણ પ્રતિપાલના નામને ઉજ્જવલ કરી બતાવ્યું તથા પૂજય મહારાજશ્રી તરફ પોતાનો અપૂર્વ ભક્તિભાવ બતાવ્યો.
સંવત ૧૯૮૪માં આંખે મોતિયો આવી ગયો હતો, તેને ઉતરાવવાનો હતો. તેઓશ્રી જ્યારે લીંબડીમાં બિરાજતા હતા ત્યારે સુરેન્દ્રનગરથી ડૉ. મનસુખલાલ તારાચંદ શાહ (M.B.E.S.D.).) જેઓ આંખના સ્પેશ્યાલિસ્ટ ગણાતા તેમ જ સુપ્રસિદ્ધ નેત્રવૈદ્ય ડૉ. મથુરાદાસની પાસે રહીને ઘણો અનુભવ મેળવ્યો હતો. વળી તેઓ સ્થાનકવાસી જૈન હોવાથી મ. શ્રીના ભક્ત હતા. તેમણે તથા ડૉ. ચત્રભુજ પાનાચંદ બન્નેએ સફળતાપૂર્વક મોતિયો ઉતાર્યો પણ છ દિવસે પાટો છોડતાં આંખે બરાબર ન દેખાયું એટલે અમદાવાદથી ડૉ. ધનજીભાઈ અંકલેશ્વરિયાને બોલાવી આંખો બતાવી. તેમણે કહ્યું કે આંખમાં લોહી ભરાઈ ગયું છે તેથી તે લોહી ઓછું કરવા દવા લેવી પડશે. દવા લેવા માંડી પણ દવાની કંઈ અસર થઈ નહિ. શરીર દેખાવમાં તંદુરસ્ત લાગતું હતું. પણ હૃદય નરમ પડતું ગયું તે જાણવામાં આવ્યું નહિ. મહા વદિ-૪ના દિવસે પ્રથમ શ્વાસની તકલીફ થઈ. તરત જ આહારાદિના પચ્ચખાણ કરી લીધા.
અસ્વસ્થ તબિયતના ખબર ઠાકોરસાહેબને મળતાં તેઓ તરત જ ઉપાશ્રય આવી ઉપચાર કરવા સુચના કરી. પ્રતિક્રમણ ચાલતું હતું. મહારાજાએ પૂછયું? કેમ છે,” ત્યારે આ મહાપુરુષે જવાબ આપ્યો કે, “દેહના દંડ દેહ ભોગવે છે મને શાંતિ છે આમ વાતચીત કરતાં કરતાં હૃદય બંધ પડી ગયું. મહારાજાએ તરત જ અંગ્રેજીમાં સૂચના કરી દીધી ને પોતે રાજમહેલ તરફ ગયા.”
આ પ્રમાણે આ સંયમધારી મહાત્મા તા. ૯-૨-૧૯૨૮ સંવત ૧૯૮૪ મહા વદ-૪ ગુરુવારે સાંજે સવા સાત વાગ્યે સમાધિ ભાવે કાળધર્મ પામ્યા. લીંબડીના મહારાજા વગેરેએ છેલ્લી ભક્તિ સારી રીતે બતાવીને તે દિવસે રાજયની તમામ કોર્ટો સ્કૂલો ઓફિસો વગેરે બંધ રાખવાનો આદેશ આપ્યો આખા શહેરમાં હડતાલ પડી, લાઈટ પણ બંધ રાખવામાં આવી.
મહારાજ શ્રી દોલતસિંહજીએ અગ્નિસંસ્કાર માટે બધી સુખડ પોતાના ખર્ચે મંગાવીને પૂરી પાડી. પોતે મ. શ્રી પ્રત્યેની છેલ્લી ભક્તિ ભાવના પૂરી કરી. લીંબડીમાં તેમના નામની “શ્રી નાગજી સ્વામી સંસ્કૃત પાઠશાળા” એવી સંસ્થા પણ શરૂ થઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org