________________
આ છે અણગાર અમારા
૨૩૫ અહંન્નીતિ, ચાણક્ય નીતિ વગેરેમાંથી સમજાવી જસદણ નરેશ તથા પ્રજાને બહુ ખુશ કર્યા. જસદણ નરેશે તે જ વખતે જસદણ પધારવા આમંત્રણ પણ આપ્યું જેથી ત્યાં પધાર્યા અને વ્યાખ્યાન વાણી સંભળાવ્યાં.
અનુક્રમે વિહાર કરતાં કરતાં જેતપુર પધાર્યા. તા. ૧૭-૫-૧૯૧૪ના દિવસે “આત્મોન્નતિ” એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપ્યું. તેમાં હિન્દુ અને મુસલમાનોએ પણ સારા પ્રમાણમાં ભાગ લીધો. સુધરેલા વર્ગ પર ઘણી સારી અસર થઈ. આ સંવત ૧૯૭૧માં વર્ષે જૂનાગઢ પધાર્યા. ત્યાં એકવાર વ્યાખ્યાનમાં જૂનાગઢના નવાબ સાહેબના ભાઈ એદલખાનજી સાહેબ વ્યાખ્યાન સાંભળવા આવ્યા હતા. વ્યાખ્યાન સાંભળતા તેમના હૃદયમાં દયાના ભાવ જાગૃત થયા, જેના પરિણામે રાજ્યમાં કેટલાક જીવદયાનાં કામો કરાવ્યાં.
સંવત ૧૯૭૧નું ચાતુર્માસ અમદાવાદમાં કર્યું. તા. ૨૦-૧૦-૧૯૧૫ના દિવસે પ્રેમાભાઈ હોલમાં જાહેર વ્યાખ્યાન આપ્યું. તે વખતે મહાત્મા ગાંધીજી પણ પધાર્યા હતા અને પ્રાસંગિક વિવેચન પણ તેઓશ્રીએ કર્યું હતું. બન્ને અહિંસાના રક્ષકોએ એક સાથે પોતાનો સંદેશો જનતાને સંભળાવ્યો. તે દશ્ય અપૂર્વ હતું. સંવત ૧૯૭૪ની સાલમાં વવાણિયા થઈ બરાલ ગયા. ત્યાં માળિયાના નામદાર દરબાર સાહેબે માળિયા પધારવા આમંત્રણ મોકલ્યું જેથી માળિયા જવાનું નક્કી કર્યું. દરબાર સાહેબે મહારાજશ્રીના આવવાના સમાચાર સાંભળી રાજરીત મુજબ સ્વાગત કર્યું. બે ગાઉ સામા ગયા અને પગે ચાલીને સૌની સાથે સાથે ગામમાં પ્રવેશ કર્યો. આ દેખાવ ઘણો રમણીય લાગતો હતો. રાજાઓ જૈન સાધુ પર આટલો બધો પ્રેમ રાખે તે ખરેખર નોંધ લેવા જેવો જ બનાવ ગણી શકાય. માળિયા નરેશની ભાવનાનુસાર આઠ દિવસ ત્યાં લાભ આપ્યો. ફરીને ભાવનગર પધાર્યા.
સંવત ૧૯૭૪નું ચાતુર્માસ વઢવાણમાં કર્યું. મહારાજાશ્રી જશવંતસિંહજી પ્રસંગોપાત વ્યાખ્યાન સાંભળવા આવતા અને પોતાના શહેરમાં ધર્મભાવ જાગૃત કરવાને માટે જાહેર વ્યાખ્યાનો પણ અપાવતાં. આ પ્રસંગે બુંદેલખંડના મહારાજાનું કોઈ ખાસ કારણે પધારવાનું થયું. તેઓશ્રી પણ મહારાજશ્રીની વાણી સાંભળી ખુશ થયા. જીવદયા પાળવા તથા પ્રજા પાસે પળાવવાના કેટલાક નિયમો . દિન પ્રતિદિન બન્ને મહારાજાઓની પ્રીતિ વધતી ગઈ. આ વખતે પૂ. મહારાજશ્રીએ વઢવાણમાં વિજ્યા દશમીના દિવસે જે પાડાનો વધ થયો હતો તે બંધ કરાવવા તે બન્ને મહારાજાઓને વિનંતી કરી. બુંદેલખંડ નરેશના સમજાવવાથી ઠાકોરસાહેબે પાડાનો વધ બંધ કરાવ્યો. આ મહાન કાર્ય આ ચાતુર્માસમાં થયું જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org