________________
આ છે અણગાર અમારા
૨૩૩ સાહેબ જેમની અમૃતમય વાણી સાંભળી જાતને કૃતાર્થ માને અને સર દોલતસિંહજી જેવા પ્રખર પ્રોઢ વિચારક રાજનીતિજ્ઞ રાજવી જેને પોતાના ગુરુતુલ્ય માની સન્માન કરે અને દેહોત્સર્ગ વખતે પોતાના ખર્ચે જ સુખડના કાષ્ઠમાં ચારિત્રવાન શરીરને પધરાવવાની ભક્તિ બતાવે, આ બધું આ મહાત્માના પુણ્ય પ્રભાવને આભારી છે. આવા પ્રભાવશાળી પ્રવચનકારો જ જૈન ધર્મને રાજ ધર્મ બનાવે છે.”
સંવત ૧૯૬૬નું મોરબી ચાતુર્માસ પૂર્ણ કરી લીંબડી, અમદાવાદ થઈ નડિયાદ પધાર્યા. અમદાવાદમાં બતાવેલી વાણીનો પડઘો નડિયાદમાં પડ્યો, એક જાહેર વ્યાખ્યાન આપવામાં આવ્યું જેની નોંધ તા. ૧૫-૫-૧૯૧૧ના જૈન સમાચારના અંકમાં આપવામાં આવી છે. તેની નોંધ નીચે પ્રમાણે છે. “પંચરંગી પ્રજા સમક્ષ મહારાજશ્રીએ નીતિ અને ધર્મના સામાન્ય નિયમો એવી સરસ રીતે સમજાવ્યા હતા કે જેથી દરેક ધર્માનુયાયીઓ ખૂબ જ ખુશ થયા હતા.”
સંવત ૧૯૬૭નું સુરત ચાતુર્માસ પૂર્ણ કરી મહારાજશ્રી મુંબઈ પધાર્યા. કાંદાવાડીમાં આવેલી શ્રી કચ્છી દશા શ્રીમાળી વાડીમાં ચાતુર્માસ રહ્યા. દરેક જ્ઞાતિમાંથી લોકો વ્યાખ્યાન સાંભળવા આવતા. ભાગવત સપ્તાહમાં પાઠકો જયારે માધવબાગમાં ભાગવત વાંચે ત્યારે જેવો દેખાવા લાગે તેથી પણ કંઈક અનેરો પ્રભાવ કાંદાવાડીમાં ભગવતીના પાઠકની વાણી સાંભળનારા લોકો ઉપર પડ્યો. બેસવાની જગ્યાના અભાવે ઘણાને ઊભા રહેવું પડતું હતું. વ્યાખ્યાનમાં અન્ય જ્ઞાતિના લોકો વધારે આવવા લાગ્યા, એટલે તેમણે શરૂઆત કરી. આખું થિયેટર શ્રોતાઓથી ભરાઈ જતું અને તેની અસર પણ ઘણી જ થતી.
સંવત ૧૯૬૮નું ચાતુર્માસ વઢવાણ પૂર્ણ કરી સુરેન્દ્રનગર પધાર્યા. ત્યાં એવા સમાચાર મળ્યા કે પાલણપુરના નવાબ સાહેબ ૨૫૦ માણસોના રસાલા સાથે મહારાજશ્રીના દર્શન કરવા લીંબડી પધાર્યા છે, તરત જ પંડિત રાજશ્રી સુરેન્દ્રનગરથી લીંબડી પધાર્યા. પાલણપુર નરેશ મહારાજશ્રીના ગુણ અને વક્તવ્યનું વર્ણન કરીને પાલણપુર ચાતુર્માસ કરવા વિનંતી કરી. ત્યારબાદ લીંબડી નરેશે જણાવ્યું કે, “પૂ. શ્રી નાગજી સ્વામી ધર્મના સ્તંભ છે. પ્રખર વિદ્વાન અને સત્યવક્તા છે. વળી અમારા લીંબડી શહેરના અને આ જ સંપ્રદાયના ધર્મગુરુ છે જે અમને ગૌરવલેવા જેવું છે.” લીંબડી શ્રી સંઘે પણ બન્ને રાજવીઓને શોભે એવું સન્માન આપ્યું હતું.
વડાના ઠાકોર સાહેબનો મહારાજશ્રી પર બહુ ભાવ હતો. તેઓ પણ મહારાજશ્રીના વ્યાખ્યાન સાંભળવા હંમેશા આવતા. તેમણે જણાવ્યું હતું કે આવા ત્યાગથી મહાપુરુષોનું સન્માન કરતાં મને ઘણો હર્ષ થાય છે. સદ્ગુરુઓ જગતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org