________________
૨૩૪
શ્રી નાગજી સ્વામી હિતો માટે જન્મે છે, સાચા સંત પુરુષો જગતને કાળના મુખમાંથી બચાવે છે.
પરમ વૈરાગીઓ જગતને સન્માર્ગે દોરે છે, આમ શાસ્ત્રકારો કહે છે એનો આજે આપણે પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ. ઠાકોરસાહેબના પ્રેમભર્યા વચનોથી વિદાય લઈ ભાવનગર પધાર્યા.
લીંબડી સંપ્રદાયના પંડિત મુનિરાજો જયારે જયારે ભાવનગર પધારતા ત્યારે શ્રાવકો ઘણા ખુશ થતા, શ્રોતાઓની હાજરી વધવા માંડી એટલે મોટી જગ્યાની જરૂર પડી. તે વખતે ભાવનગરના કુંવરી સાહેબાના લગ્ન માટે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો, ત્યાં વ્યાખ્યાન વાંચવાની શ્રી સંઘ તરફથી ગોઠવણ થઈ. આ ઠેકાણે બે જાહેર વ્યાખ્યાનો આપવામાં આવ્યા. તે વખતે ભાવનગરમાં શ્રી શંકરાચાર્યજી પણ પધાર્યા હતા. તેમણે મહારાજશ્રીની વાણી સાંભળવા પોતાના શિષ્યોને મોકલ્યા હતા. વાણીની અનેરી મીઠાશ અને કહેવાની રોચક શૈલીથી
સ્વધર્મ અને પરધર્મની વ્યાખ્યા તો એવી ખૂબીથી કરતા કે શ્વેતામ્બર હોય કે દિગમ્બર હોય, વૈષ્ણવ હોય કે શૈવ હોય, મુસલમાન હોય કે પારસી હોય, યહુદી હો કે ખ્રિસ્તી હો પણ સૌને માન્ય જ થાય.
તા. ૨૦-૧-૧૯૧૩ના વ્યાખ્યાનથી વેદાંતી ભાઈઓને ઘણી અસર થઈ. આ વખતે સુપ્રસિદ્ધ જૈન વક્તા શ્રીયુત શિવજી દેવશી શાહ મહારાજશ્રીના દર્શને આવ્યા. તેમણે મહારાજશ્રીના ગુણાનુવાદ ગાયા બાદ પાલિતાણા પધારવાનો ઘણો. આગ્રહ કર્યો તેથી મહારાજશ્રી ભાવનગરથી પાલિતાણા જવા નીકળ્યા. પાલિતાણામાં પણ તેમનાં જાહેર વ્યાખ્યાનો યોજાવા લાગ્યાં, જેનાથી દરાવાસી શ્રાવકો ઉપર ઘણી સારી અસર થઈ. ઉમદા વ્યાખ્યાન શૈલી અને મનુષ્ય ધર્મ ઉપરનો સચોટ બોધ એ સર્વ બંને પક્ષને ઘણો હિતકર લાગ્યો. જેથી વિહારની ઉતાવળ હોવા છતાં શિવજીભાઈ વગેરેના અતિઆગ્રહથી આઠ દિવસ રોકાણા. એક દિવસ સિદ્ધગિરિ ઉપર ચડી કેટલુંક નિરીક્ષણ કર્યું અને સૌના ભારે સન્માન વચ્ચે પાલિતાણાથી વિહાર કર્યો.
સંવત ૧૯૬૯નું ચાતુર્માસ મોરબી કરી વીંછિયા પધાર્યા. ત્યાં પધારવાના ખબર સાંભળીને જસદણ નરેશ દર્શનાર્થે પધાર્યા અને મહારાજશ્રીનું ખૂબ જ સન્માન કર્યું. એક જાહેર વ્યાખ્યાન આપવાની વિનંતી કરી. તેથી રાજયના અમલદારો, વ્યાપારીઓ, ખેડૂતો વગેરેની મોટી પરિષદ વચ્ચે “આપણી ઉન્નતિ શી રીતે” એ વિષય ઉપર સુંદર વ્યાખ્યાન આપ્યું. જ્યારે જ્યારે રાજા-મહારાજાઓ વ્યાખ્યાનમાં હાજર હોય ત્યારે તો પૂજયશ્રી રાજધર્મ સમજાવવામાં કચાશ રાખતા નહીં. રાજધર્મ અને પ્રજાધર્મ જ્યારે સંયુક્ત થાય ત્યારે દેશનો અને માનવ સમુદાયનો ઉદય થાય છે, એવા વ્યવહારોચિત સૂત્રો મનુ સ્મૃતિ, યાજ્ઞવલ્કય સ્મૃતિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org