________________
૨૩૨
શ્રી નાગજી સ્વામી ગરીબ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવા તથા મદદ કરવા પાવલા ફંડ શરૂ કરવામાં આવ્યું હતું. હાનિકારક રિવાજો દૂર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
તા. ૨૪ નવેમ્બર ૧૯૦૯ના દિવસે નામદાર ઠાકોરસાહેબે શ્રાવિકા શાળાની મુલાકાત લીધી હતી અને દર મહિને પાંચ રૂપિયા સ્કોલરશીપ આપવા જાહેર કર્યું હતું, સાથે એ પણ કહ્યું હતું કે મહારાજશ્રી આવતી કાલે અનાથાશ્રમમાં વ્યાખ્યાન આપવાની કૃપા કરશે, રાજ તરફથી તેનો બંદોબસ્ત કરવામાં આવશે, માટે દરેકે લાભ લેવા આવવું. પૂ. મહારાજશ્રીએ “રોકડો ધર્મ” એ વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. છેવટે મહારાજશ્રી દોલતસિંહજીએ જણાવ્યું કે સ્વામીજીએ રાજય તથા પ્રથા ઉપર પોતાના બોધથી જે ઉપકાર કર્યો છે તે અસાધારણ છે, જેનો બદલો વાળી શકાય તેમ નથી. સ્વામીજીને મારી એ જ વિનંતી છે કે તેઓ તેમનું મિશન ચાલુ રાખશે જ, અને વારંવાર લાભ આપવા પધારશે. તો આપણને ઘણો લાભ થશે.
મુનિશ્રીએ મારા માટે પ્રશંસા કરી છે. તે કરતાં મારાં પોતાનાં કર્તવ્યમાં જે ભૂલ હોય તે સૂચવશે તો ઘણો લાભ થશે. મહારાજશ્રીનાં વચનો “જય જિનેન્દ્રના ગગનવ્યાપી નાદોથી વધાવી લેવામાં આવ્યા હતા. આજે કયા રાજવી અર્થાતુ પ્રધાન પોતાની ભૂલ જોવાની વાત કરે છે? સર દોલતસિંહજીમાં આ ભાવના તે વખતે પ્રગટી હતી.
સંવત ૧૯૬૫નું લીંબડી ચાતુર્માસ પૂર્ણ કરી મુનિશ્રી સપરિવાર લખતર પધાર્યા અને ઠાકોરસાહેબની વિનંતીથી દરબારી મકાનમાં ઊતર્યા અને જાહેર પ્રવચનો સંભળાવ્યાં. લખતર નરેશે ખૂબ જ બહુમાન આપ્યું. આવી રીતે સૌરાષ્ટ્રમાં ધર્મજાગૃતિ લાગી. મહારાજશ્રી પાલનપુર પધાર્યા. ત્યાં વ્યાખ્યાનમાં મેદની જામવા લાગી. નવાબ સાહેબ પણ વ્યાખ્યાન સાંભળવા લાગ્યા. તે વ્યાખ્યાનોથી નવાબ સાહેબને મહારાજશ્રી તરફ ઘણો પ્રેમ જાગ્યો.
એક મુસલમાન રાજવીની જૈન સાધુ પર પ્રીતિ થાય તે ગૌરવની વાત છે. મહારાજશ્રી સમાજમાં જેટલા પ્રિય હતા તેટલા જ રાજા-મહારાજાઓમાં પણ સન્માનનીય હતા તે વાત તો જાણીતી જ છે.
“લીંબડીના મહારાજા સર જશવંતસિંહજી જેવા વિદ્વાન અને સમર્થ રાજવી જેવાએ વક્તવ્યની મુક્તકંઠે પ્રશંસા કરી, મોરબીના શ્રી વાઘજી ઠાકોર જેવા પ્રૌઢ અને નામાંકિત નરેશ જેની વાણીના યશોગાન ગાય અને પ્રેમપૂર્વક સન્માન કરે, નામદાર શ્રી લખધીરસિંહજી જેવા ધર્મધુરન્ધર રાજવી જેને પોતાના ગુરુ જેટલા માનથી સંબોધી, લખતરના મહારાજા જેમનું બહુમાન કરે, માળિયાના ઠાકોર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org