________________
આ છે અણગાર અમારા
૨૩૧ ટૂંક સમયમાં ધર્મ ફેલાવ્યો તે પણ જાહેર વ્યાખ્યાનના કારણે જ.” આવી રીતે કહી તે પત્રકારે મહારાજશ્રીના ખૂબ જ વખાણ કર્યા હતા અને વિદ્વાન મુનિઓની વિદ્વત્તાનો લાભ લેવા શ્રાવક બંધુઓને અનુરોધ કર્યો હતો.
તા. ૯-૨-૧૯૦૮ના દિવસે વાંકાનેરમાં પ્રેમજી મનજીની ધર્મશાળામાં “માનવ ધર્મએ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપ્યું. તે વખતે ત્યાંના મહારાજ તથા રાજયનો અધિકારી વર્ગ અને દરેક ધર્મના અનુયાયીઓને હાજરી આપી હતી. વ્યાખ્યાનમાં કન્યાવિક્રય, બાળલગ્ન, કુસંપ વગેરે સામાજિક વિષયો સારી રીતે ચર્ચાયા હતા. જે સાંભળી રાજ સાહેબ, અધિકારી વર્ગ તથા અન્ય શ્રોતાજનો બહુ ખુશ થયા હતા.
તા. ૧૦-૫-૧૯૦૮ના ધોરાજીમાં “સનાતન ધર્મ” એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન આપ્યું હતું. તેમાં જૈન, વૈષ્ણવ અને મુસલમાન વગેરે દરેક ધર્મના અનુયાયીઓએ મોટા પ્રમાણમાં હાજરી આપી હતી. એટલું જ નહિ પણ આમંત્રણ પત્રિકા શેઠ ગની મુસા જેવા મુસ્લિમ ગૃહસ્થ તથા શ્રી ગણેશરાય દુલેરાય બચુ (M.A.L.C.B.) જેવા નાગર ગૃહસ્થ અને અન્ય પ્રતિષ્ઠિત ગૃહસ્થો તરફથી બહાર પાડવામાં આવી હતી.
આ ઉપરથી જોઈ શકાય કે મહારાજશ્રીનું વક્તવ્ય દરેક જ્ઞાતિને પ્રિય લાગતું હતું. જેથી દરેક ઠેકાણે જાહેર વ્યાખ્યાનની માગણી થતી. વાણીમાં મીઠાશ અને ભાષા સંસ્કારી હોવાથી તેમ જ સમજાવવાની સારી શક્તિ હોવાથી સૌને પ્રિય લાગતા હતા.
મુંબઈ સમાચાર' તા. ૧૯-૧૧-૧૯૦૯ના અંકમાં તથા “સાંજ' વર્તમાનની તા. ૧-૨-૧૯૦૯માં લીધેલી નોંધ અત્રે ટૂંકાણમાં આપવામાં આવી છે.
કાઠિયાવાડ, કચ્છ અને ગુજરાતના કેટલાક ભાગમાં સ્થાનકવાસી જૈન મુનિશ્રી નાગજી સ્વામી લીંબડી શેષકાળ પધારેલા તે વખતે ઠાકોરસાહેબના આગ્રહથી અનાથાશ્રમના વિશાળ મકાનમાં જુદા જુદા વિષય પર ત્રણ ચાર વ્યાખ્યાનો આપ્યાં હતાં. જેની અસર ઠાકોરસાહેબ, અમલદારો તથા પ્રજા વર્ગ પર બહુ સારી થઈ હતી.”
સંવત ૧૯૬૫ આસો સુદ-૧૦ લીંબડીમાં ઝાલાવાડ દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનોની પ્રાંતિક કોન્ફરન્સની બીજી બેઠક લીંબડી ભરવામાં આવી હતી, તે આઠ દિવસ ચાલી હતી. તે વખતે મહારાજશ્રીએ સંપ, એકતા, કેળવણી, બાળલગ્ન, કન્યાવિક્રય, વૃદ્ધવિવાહ તથા હાનિકારક રિવાજો વગેરે વિષયો ઉપર સચોટ ઉપદેશ આપ્યો હતો, જેની અસર ઘણી સારી થઈ હતી. અગિયારે તાલુકાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org