________________
આ છે અણગાર અમારા
સુદ ૨, ૩, ૪, એ ત્રણ દિવસ નક્કી કરવામાં આવ્યા.
પંડિત મહારાજશ્રી મોરબીથી વિહાર કરી રાજકોટ પધાર્યા. તે વખતે ત્યાં મારવાડી સંપ્રદાયના મુનિ દોલતચન્દ્રજી આદિ ઠાણા ૪ ભોજનશાળામાં બિરાજતા હતા. નાગજી સ્વામીના વક્તવ્યથી મારવાડી સાધુઓ ઉપર ભારે છાપ પડી. તે વખતે લીંબડીના મહારાજા સર જશવંતસિંહજી વ્યાખ્યાન સાંભળવા પધાર્યા હતા. અને નીચેના શબ્દો ઉચ્ચાર્યા હતા. ‘પંડિત નાગજી સ્વામી વિદ્વાન અને પ્રખર વક્તા છે. વળી તેઓ લીંબડીના છે, તે માટે મારે એ અભિમાન લેવા જેવું છે. તેઓ ઉચ્ચ કોટીના સાધુ છે. તેમનો ધર્મબોધ સરલ અને સામાન્ય હોવાથી ઘણી જ ઊંડી અસર કરે છે. શાસ્ત્રના ઉંડા અભ્યાસી હોવાથી અને સામાજિક પરિસ્થિતિનું સારું જ્ઞાન હોવાથી તેમ જ આત્મિક અભ્યુદયની પ્રબળ ભાવનાવાળા હોવાથી જૈન સમાજને તો શું પણ સર્વ સ્થળે માનને પાત્ર છે.’’
લીંબડી નરેશના આ શબ્દો ઉપરથી તેમને મહારાજશ્રી પ્રતિ તેમ જ જૈનધર્મ તરફ કેટલો પ્રમ હતો તે પ્રત્યક્ષ થાય છે.
૨૨૯
તેમનાં વ્યાખ્યાનોની અસર સર્વત્ર ફેલાવા લાગી. જૈનદષ્ટિ પ્રધાન રાખીને અન્ય દર્શનનો ભાવ સમજાવવામાં તેઓ કુશળ હતા. જેથી અન્ય દર્શનીઓ વ્યાખ્યાનમાં સારી સંખ્યામાં આવતા. તેની સાથે અમલદાર વર્ગ તેમ જ શિક્ષિત વર્ગ પણ આકર્ષિત થઈને આવવા લાગ્યો. એક જાહેર વ્યાખ્યાન આપવાનો પ્રબંધ કરવામાં આવ્યો. તેનાથી ઘણી સારી અસર થઈ. આવી રીતે ત્યાં ધર્મપ્રચાર કરી પોતાનું વચન પૂર્ણ કરવા પાછા મોરબી પધાર્યા. હજારોનો સમુદાય ભેગો થયો. મહારાજશ્રીએ જૈન સમાજની ઉન્નતિ માટે અસરકારક વ્યાખ્યાનો આપ્યાં. કોન્ફરન્સનું કાર્ય ત્રણ દિવસની બેઠકમાં થયું અને ઘણા સુધારાવધારા થયા. આ પ્રમાણે જૈન ધર્મ અને જૈન સમાજની ઉન્નતિનું મૂળ કોન્ફરન્સ દ્વારા રોપાયું જે ખરેખર મહારાજશ્રીની પ્રેરણાને જ આભારી છે. મોરબી નરેશના નીચેના શબ્દોથી જ આ વાત સાબિત થાય છે.
“મહારાજશ્રીના વ્યાખ્યાન સાંભળવાથી મને ઘણો આનંદ થાય છે. તેમના પ્રતિ અમારા રાજ્યનો પૂર્ણ ભક્તિભાવ છે. તેમના ધર્મપ્રચારની ભક્તિ ઈચ્છું છું. મારા શહેરમાં કોન્ફરન્સ ભરવામાં આવી અને શાંતિથી તે કાર્ય પાર ઉતારવા બદલ કાર્યકર્તાઓની કદર કરું છું અને મહારાજશ્રીને મુબારકબાદી આપું છું. ખરી રીતે તો બધા ઉપકાર અને યશ મહારાજશ્રીને ઘટે છે.’
આ પ્રમાણે જૈન સમાજ અને જૈન ધર્મની ઉન્નતિનું મૂળ બીજ મોરબીમાં રોપાયું. તે બીજ વધતાં વધતાં એટલું તો વૃદ્ધિંગત થયું કે સંવત ૧૯૮૯ના ચૈત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org