________________
આ છે અણગાર અમારા
૨૨૭ કેટલોક સમય ગયા પછી પૂજ્ય સાહેબશ્રી દીપચન્દ્રજી સ્વામીનું શરીર નરમ રહેવા લાગ્યું. વિહાર થઈ શક્યો નહિ અને લીંબડી સ્થિરવાસ રહેવું પડ્યું. પંડિતશ્રી નાગજી સ્વામી તો પૂ. સાહેબના હાથપગ, એટલે તેમને પણ સેવામાં લીંબડી રહેવાનું થયું. ભાગ્યશાળી આત્માઓ જ ગુરુવર્યની કે વડીલોની સેવાનો લાભ મેળવે છે. એવું તેમના મનમાં બરાબર ઠસાઈ ગયું હતું.
વિ.સં. ૧૯૫૮ અને ૧૯૫૯ના બે ચાતુર્માસ તેમણે લીંબડી કર્યા. પૂજ્ય સાહેબની સેવાની સાથે વ્યાખ્યાનનો સઘળો ભાર પોતે ઉપાડતા તેમ જ સંઘાડાની બીજી ઘણી પ્રવૃત્તિઓ, સારણા-વારણા વગેરે કરવા પડતા. શાન્ત અને સમયસૂચક હોવાથી પૂ. શ્રીને તેમના કાર્યસંબંધી ભારે સંતોષ ઊપજતો. સંઘના અગ્રેસરો પણ તેમનું વચન ઠેલી શકતા નહિ.
એક દિવસ દશ શ્રાવકો જામનગરથી તિથિ પત્રિકાની ચર્ચા કરવા માટે આવ્યા હતા, તેમ જ રાજકોટથી શ્રીમાન ભીમજીભાઈ પણ આવી પહોચ્યા હતા. મ. શ્રીએ શાંતિપૂર્વક ચર્ચા કરી સૌના મનનું સમાધાન કર્યું. તેમનું નિખાલસ વક્તવ્ય અને જ્ઞાનથી બધા પ્રભાવિત થયા.
લીંબડીમાં કેટલીક સ્થિરતા હોવાથી પંડિત શ્રી નાગજી સ્વામીએ સ્થાનિક બાબતોનો ઉત્કર્ષ કરવાનો વિચાર કર્યો. પ્રથમ તો ધાર્મિક કેળવણી ઉપર તેમનું લક્ષ ગયું, તેમાંય કન્યા કેળવણીનો પ્રથમ વિચાર કરવામાં આવ્યો. કન્યાઓ ધાર્મિક કેળવણી લઈ ધર્મમાતા ન બને ત્યાં સુધી સમાજની આધ્યાત્મિક અને વ્યવહારિક ઉન્નતિ શક્ય ન બને. ધાર્મિક જ્ઞાનની સાથે તેમને સન્માન પણ મળવું જોઈએ જેથી પ્રગતિ સારી રીતે થઈ શકે. પેલા સુભાષિતોમાં પણ કહ્યું છે કે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્ત રમત્તે તત્ર દેવતા: અર્થાત જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં દેવો રમે છે. (પ્રસન્ન થાય છે) નારીઓની પૂજા એટલે તેઓ સાથેનું સદ્વર્તન એ જ પાયારૂપ છે. આ મનોભાવો મ. શ્રીએ સમાજ સમક્ષ વ્યક્ત કર્યા અને લીંબડીમાં તથા મુંબઈમાં ધનાઢ્ય ગણાતા ધર્મપ્રેમી અને વિદ્યાપ્રેમી એવા શ્રાવકોએ આ ભાર ઉપાડી લીધો અને પોતાના ખર્ચે “શ્રી દીપચન્દ્રજી શ્રાવિકા શાળાની સ્થાપના કરી કે જે શાળામાં ઘણી કન્યાઓ ધાર્મિક અભ્યાસ કરી શકે છે. આ શ્રાવિકાશાળા આજે લીંબડીમાં કન્યાવિદ્યાલયનું મહાન સ્થાન ભોગવે છે.
પૂજ્ય આચાર્યશ્રી દીપચન્દ્રજી સ્વામીની તબિયત દિવસે દિવસે લથડવા માંડી, જેથી નાગજી સ્વામીનું સર્વ લક્ષ પૂ. સાહેબની સેવામાં લાગી ગયું. બીજા મુનિઓ પણ પોતાના મહાન ગુરુની સેવામાં કચાશ રાખતા નહિ તેમજ લીંબડી સંઘનો ભક્તિભાવ પણ અજોડ હતો. જો કે પૂજય સાહેબશ્રી ખાસ કોઈને તકલીફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org