________________
આ છે અણગાર અમારા
૨ ૨૫ કરતાં વધારે થયા અને શેષકાળમાંય મોરબીને વધુ લાભ મળતો.
મોરબીથી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં પોતાના માદરેવતન લીંબડીમાં પધાર્યા. ત્યાં આવ્યા પછી અભ્યાસની વિશેષ પ્રગતિ થઈ. અભ્યાસની સાથે એક અગત્યનો ગુણ ખીલવવામાં આવતો. પૂજ્યશ્રી સમયજ્ઞ હોવાથી પોતાના શિષ્યમાં એકાંતભાવ ન આવે તેનો ખાસ ખ્યાલ રાખતા કારણ કે એકાંતભાવ સારાસારનો નિર્ણય કરવામાં ભારે ગૂંચવણ ઊભી કરે છે. દુનિયાના તમામ પદાર્થમાં સાપેક્ષ રીતે નિત્યત્વ, પ્રમેયત્વ, વાચ્યત્વ વગેરે ધર્મો રહેલા છે. એ અપેક્ષાભેદ નહિ જાણનાર એકાંતે વિતંડાવાદમાં પડી જાય છે. નાગજી સ્વામીએ સ્યાદ્વાદ અર્થાત્ સાપેક્ષવાદનું જ્ઞાન સારી રીતે પ્રાપ્ત કર્યું હતું તેથી તેઓ જૈન અને જૈનતરોને ખૂબ પ્રિય થઈ ગયા હતા. નાની ઉંમરમાં તેની પીઢતા અને ગંભીરતા સૌનું ધ્યાન ખેંચે તેવી હતી. સાથે તેમનો સ્વભાવ પણ ખૂબ જ મિલનસાર હતો.
પૂજ્યશ્રી દીપચન્દ્રજી સ્વામી, પંડિતશ્રી ઉત્તમચન્દ્રજી સ્વામી, પૂ. શ્રી દેવચન્દ્રજી સ્વામી, પૂ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી આદિ મહાપુરુષો સિદ્ધાંતના સારા જાણકાર અને અર્ધમાગધી ભાષાના અચ્છા અભ્યાસી હતા. તેમની સેવામાં રહીને અર્ધમાગધી ભાષાનું તથા મુખ્ય મુખ્ય સૂત્રોનું જ્ઞાન તેમણે સારી રીતે મેળવી લીધું. તેમને સદ્ગુરુ પણ એવા જ મળ્યા કે નાની ઉંમરમાં સારું જ્ઞાન મેળવી શક્યા ને સારા તૈયાર થઈ ગયા. જ્ઞાનાભ્યાસની સાથે ગણતરનું જ્ઞાન પણ સારી રીતે સંપાદન કરી શક્યા હતા કે જે જ્ઞાન તેમને પ્રોઢાવસ્થામાં સોળે કળાએ ખીલી ઊઠ્ય હતું. તેમના સમાગમમાં, વ્યાખ્યાનમાં કે જાહેર પ્રવચનોમાં એકદેશીય કરતા સર્વદેશીય સમાલોચના વધારે થતી. તેના કારણે જ તેઓ જૈન, જૈનતર તથા રાજામહારાજાઓને સારી રીતે આકર્ષી શકતા.
ટૂંક સમયમાં સારી વિદ્વત્તા પ્રાપ્ત કરી પોતાના બુદ્ધિબળથી પૂજ્યશ્રી દીપચન્દ્રજી સ્વામીના તેમ જ સંપ્રદાયના અગ્રગણ્ય શ્રાવકોના સલાહકાર મનાતા. તેમના વિચારો સરલ અને સર્વસામાન્ય લાગતા, સાધુ-સાધ્વીઓના હિતમાં પોતાની તીવ્ર બુદ્ધિના કારણે પૂજ્યશ્રીને ઘણા જ ઉપયોગી થતા.
દસ વર્ષ પછી ફરીને કચ્છમાં પધાર્યા. કચ્છમાં સ્થાનકવાસી જૈનોમાં છ કોટી અને બે આઠ કોટી એમ ત્રણ પક્ષો વિદ્યમાન છે. આઠકોટિના આગેવાનો નાગજી સ્વામી પાસે આઠ કોટીની ચર્ચા કરવા માટે આવ્યા. તેમની બુદ્ધિ કેટલી ખીલી હતી તે આ વખતે જણાયું. તેમણે પ્રથમથી જ નક્કી થાય તે જ સ્વીકારવો. શાસ્ત્રકારોએ છ કોટી સ્વીકારવાનો હેતુ શા માટે રાખ્યો? તેમ જ શાસ્ત્રમાં આઠ કોટીનાં ઉલ્લેખ પ્રત્યક્ષ નહિ હોવાથી સ્વીકારવા યોગ્ય છે કોટી ગણાય, તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org