________________
આ છે અણગાર અમારા
૨૨૩ તેમણે નિર્ણય કર્યો કે આચાર્ય મ. શ્રી દીપચન્દ્રજી સ્વામી કચ્છ માંડવી બિરાજે છે ત્યાં જવું. પિતા-પુત્ર ગુરુમહારાજ પાસે જવાની તૈયાર કરવા લાગ્યા. આ ખબર તેમના મોટાભાઈ ફત્તેહચંદભાઈને પડી. તેમણે તરત જ વાંધો લેતા કહ્યું, “એકાએક કચ્છમાં જવાનું કેમ નક્કી કર્યું?” જગજીવનભાઈએ મોટાભાઈને હૃદયગત ભાવો જણાવ્યા અને તેમને શાંત કરી પ્રેમપૂર્વક રજા લઈ પિતા-પુત્રએ કચ્છ તરફ પ્રયાણ કર્યું.
પૂજ્યશ્રી દીપચન્દ્રજી સ્વામીની જન્મભૂમિ કચ્છ ગુંદાલા હતી. કચ્છની પવિત્ર ભૂમિમાં પગ મૂકતાં અને પૂજ્યશ્રી જેવા મહાપુરુષોના દર્શન થતાં જ પિતાપુત્રનો વૈરાગ્ય દઢતર થવા લાગ્યો અને તેમાંય પૂજયશ્રીના અમૃતમય બોધથી વિશેષ જાગૃતિ આવી. હવે તો પૂજયશ્રીની સાથે જ અભ્યાસ કરવા લાગ્યા.
જગજીવનભાઈ મૂળથી જ સૂત્રના અભ્યાસી હતા અને વિશેષ અભ્યાસ આગળ વધાર્યો. નાગરકુમારે પણ ધાર્મિક અભ્યાસનો મંગલ પ્રારંભ કર્યો, તેમની સ્મરણશક્તિ સારી હતી. ભાગ્યે જ બીજી વખત વાંચવાની જરૂર પડતી. આવી અભૂત સ્મરણશક્તિ જોઈ પૂજયશ્રી ખૂબ જ ખુશ થતા. એકવાર પૂજ્યશ્રીએ પૂછયું, “નાગર, તે આટલી બધી ગાથાઓ બે દિવસમાં કંઠસ્થ કેવી રીતે કરી?” આપની કૃપાથી સ્થિર મન રાખી તેના ભાવ સમજી મુખપાઠ કરું છું તેથી જલદી યાદ રહી જાય છે.
આવો વિનમ્ર જવાબ સાંભળી, આટલી નાની ઉંમરમાં બુદ્ધિની વિશાળતાએ પૂજયશ્રીના હૃદયમાં ભારે અસર કરી. તેમ જ ત્યાં બેઠેલા સગૃહસ્થોના હૃદયમાં ભારે આનંદ થયો. જોતજોતામાં એક વર્ષ વીતી ગયું. પિતાપુત્રને એકીસાથે દીક્ષા આપવા પૂજયશ્રીએ નિર્ણય કર્યો. તેમના કુટુંબીજનો અને પ્રતિષ્ઠિત ગૃહસ્થોએ નાગરકુમારને ચારિત્ર ન લેવા માટે ઘણા સમજાવ્યા. પરંતુ નાગરકુમાર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યા. તેના આત્મબળથી અને સાચા વૈરાગ્યથી બધા ચકિત થઈ ગયા. સૌના મનમાં સારી અસર થઈ અને બધા તરફથી આજ્ઞા મળી.
પિતા-પુત્રની દીક્ષા જલદી થવાની છે તેવા સમાચાર મુન્દ્રાવાળા મહેતા ઢીલાભાઈ લાલચંદને મળ્યા. તેઓ પૂજયશ્રી પાસે આવી વિનંતી કરી કે આ દીક્ષાનો લાભ અમને આપો.
પૂજયશ્રીએ તેમની પ્રબળ ભાવના અને ઉત્સાહ જાણી તેમની વિનંતિ સ્વીકારી મુન્દ્રા (કચ્છ) દીક્ષા આપવાનું નક્કી કર્યું. આ વખતે સુદામડાના રહીશ તુરખિયા ચત્રભુજ કાલિદાસ પણ દીક્ષાના ભાવથી પૂજ્યશ્રી પાસે આવ્યા. તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org