________________
આ છે અણગાર અમારા
૨૨૧
શકીએ નહિ. સૂર્યોદય થતાં અમે અહીંથી ચાલ્યા જશું. ખાખી બાવાનો ક્રોધાગ્નિ જલતો જ રહ્યો. રાત્રિના બાર વાગ્યા સુધી તેની કર્કશ ભાષા સંભળાતી જ રહી પણ સમતા ભાવમાં લીન બનેલા પૂજ્યશ્રી આદિ સંતોએ સમભાવે બધું સહન કર્યું.
સૌરાષ્ટ્રમાંથી કચ્છમાં જવા માટે રણ ઉતરવું પડે છે. માણિયાથી આવતું નાનું રણ જ ગાઉનું છે પણ તેમાં વહેલું પાણી આવી જતું હોવાથી (તે વખતે સૂરજબારીનો પુલ ન હતો.) વેણાસરનું રણ ઊતરવું પડતું, તે રણ પાંચ ગાઉનું છે અને કાંઠેથી પેથાપર ગામ ત્રણ ગાઉ દૂર હોવાથી આઠ ગાઉનો પંથ થાય. આ રણ ઊતરવું પડતું, તે રણ પાંચ ગાઉનું છે અને કાંઠેથી પેથાપર ગામ ત્રણ ગાઉ દૂર હોવાથી આઠ ગાઉનો પંથ થાય. આ રણ ફક્ત પોષથી ફાગણ સુધી ઊતરી શકાતું, પછી તેમાંય પાણી આવી જતું હતું આમ જ્યારે બન્ને રણ ઊતરી શકાય તેમ ન હોય ત્યારે ટીકરનું બાર ગાઉનું રણ ઊતરવું પડતું. તેમાં ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો.
પૂજ્યશ્રીને પણ એક વખત આવો અનુભવ થયો હતો. સં. ૧૯૬૭માં જ્યારે શતવધાની પં. શ્રી રત્નચન્દ્રજી મ. કચ્છમાં બીમાર પડી ગયા તેથી સુખશાતા પૂછવા તથા શુશ્રુષા માટે પૂજ્યશ્રી આદિ ઠાણાઓએ ટીકરના રણ રસ્તે વિહાર કર્યો પણ ક્ષુધા અને તૃષાનો કઠિન પરિષહ સહન કરવો પડ્યો. રણ ઊતરીને ત્રણ ગાઉ દૂર કાનમેર ગામે પહોંચ્યા ત્યાં તો સાંજ પડી ગઈ અને ચારે ઠાણાઓએ થાક, ભૂખ અને તૃષાનો વિષમ પરીષહ સહન કર્યો.
આવા તો અનેક પરીષહો અનેકવાર તેમણે સમભાવે સહન કરી સાધુ જીવન ગુલાબ જેવું જ સુવાસિત બનાવ્યું હતું.
*
*
પ્રસિદ્ધ વક્તા શ્રી નાગજી સ્વામી
પ્રસિદ્ધવક્તા પંડિત શ્રી નાગજી સ્વામીનો જન્મ વિક્રમ સંવત્ ૧૯૨૬ કારતક વદિ અમાસના દિવસે ગાદીના ધામ લીંબડી શહેરમાં થયો હતો. પુણ્યશાળી આત્માઓ પુણ્યભૂમિમાં જ અવતરે છે. અને ધર્મપરાયણ માતા-પિતાનો સંયોગ પ્રાપ્ત કરે છે. તેમના પિતાનું નામ શેઠ જગજીવનદાસ અને માતાનું નામ ઉજમબાઈ હતું. ચિરત્રનાયકનું નામ નાગરકુમાર હતું. માતા-પિતાનાં વાત્સલ્ય અને શુભ સંસ્કારોથી બાળકનો ઉછેર થવા લાગ્યો. હંમેશા તેમને ધાર્મિક કથાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org