________________
આ છે અણગાર અમારા
૨૧૯ સાથળના મૂળનું હાડકું ભાંગી ગયું. સત્યાશી વર્ષની જૈફ વયે આ ફ્રેકચરથી ઘણી જ અશક્તિ આવી ગઈ અને પથારીવશ થઈ ગયા. તે દિવસથી તેમણે આહાર છોડી દીધો. ફક્ત પ્રવાહી પદાર્થો પર રહેવાનો નિર્ણય કર્યો.
ધીમે ધીમે તબિયત વધારે અસ્વસ્થ થવા લાગી. માણસ મોકલીને સિયાણીથી સદાનંદી મ. શ્રી છોટાલાલજી સ્વામી આદિ ઠાણા ૩ને બોલાવ્યા તથા શ્રી છોટાલાલજી મ. તથા અન્ય મુનિરાજો પાસે પ્રતિદિન નિયમિત શાસ્ત્રશ્રવણ કરવા લાગ્યા. મહાપુરુષોને આગળથી ખ્યાલ આવી જતો હોવાથી છેલ્લા દિવસોમાં અધ્યાત્મભાવમાં જ લીન રહેતા હોય છે. ઉત્ત. અ. ૫. ગા. ર૯માં કહ્યું છે,
' પ્રેરણાદાયી પંડિત મરણ) तेसिं सोच्चा सपुज्जाणं, संजयाणं वुसीमओ।
न संतसंति मरणंते, सीलवंता बहुस्सुया ॥ ભાવાર્થ : પુરુષો જેની પૂજા કરે છે એવા જિતેન્દ્રિય અને સંયમી આત્માઓનું વર્ણન સાંભળીને, શીલવંત તથા બહુશ્રુત આત્માઓ મરણ વખતે ત્રાસ કે ભય પામતા નથી.
પૂજય સાહેબ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીને હવે જણાયું કે જીવનદીપનું દીવેલ ખૂટવા આવ્યું છે, તેથી ચૈત્ર સુદિ-૬ ને સોમવારે તેમણે પાણી સિવાય બધા આહારનો ત્યાગ કર્યો. સર્વ સાધુઓ સહિત ચતુર્વિધ સંઘની સાથે ક્ષમાપના કરી. પં. શ્રી ધનજી સ્વામી તથા શેઠ લલ્લુભાઈ નાગરદાસને ગચ્છની સારસંભાળ તેમજ શાસન હિતના કાર્યો માટે સૂચનાઓ આપી.
પૂજ્યશ્રીની માંદગી દરમ્યાન સદાનંદી મ. શ્રી છોટાલાલજી સ્વામી તથા પૂજ્યશ્રી રુપચન્દ્રજી સ્વામી આદિ મુનિરાજો શાસ્ત્ર સિધ્ધાંતનું શ્રવણ કરાવતા હતા. સાધુ આલોયણી પણ સંભળાવી, છેવટે તેમણે સાગારી સંથારાના પચ્ચક્ખાણ કર્યા. સં. ૨૦૦૮ના ચૈત્ર સુદિ-૧૦ને રવિવારના સવારે સવા નવ વાગ્યે સમાધિપૂર્વક ૮૭ વર્ષનું આયુષ્ય, ૭૨ વર્ષથી વધારે સંયમ પર્યાય પાળી, ૨૪ વર્ષ સુધી ગાદીપતિ પદે રહી સ્વર્ગવાસ પામ્યા. આ મહામૃત્યુને દેવો પણ વધાવતા હોય તેમ નવ ને વીસ મિનિટે કેસરના અમીછાંટણા થયા.
પૂજ્ય આચાર્યદેવ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી જૈનાગમ, વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ વગેરેના સારા જાણકાર હતા. તેમના જીવનનો ખાસ ગુણ એ હતો કે તેઓ સદા અપ્રમત્ત જ રહેતા. પોતે ગુરુસ્થાને તથા દીર્ઘ દીક્ષા પર્યાયી હોવા છતાં નાનામાં નાના સાધુને વાંચન, લેખન કે સ્વાધ્યાયાદિમાં સહાયરૂપ થતા. તેઓશ્રીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org