________________
૨ ૨૦
શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા શ્રી વીરજી સ્વામી સંપાદન કરેલ “જૈન શિક્ષણ પાઠશાળા' “શ્રાવક આલોયણા વગેરે પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. “સુભાષિત રત્નાવલિ' વગેરે અપ્રગટ સાહિત્ય ઘણું છે. તેમના અક્ષર તો મોતીના દાણા જેવા હતા. તે જોવા હોય તથા વિસ્તારથી તેમનું જીવનચરિત્ર વાંચવું હોય તો “પૂજયશ્રી ગુલાબ-વીર જીવનચરિત્ર” (લેખક પં. તત્ત્વજ્ઞ શ્રી નવલચન્દ્રજી સ્વામી) પુસ્તક વાંચવું.
નવા નો ચેવ વાઘેલ્લા સુહુરમ્ ા ઉત્ત. અ. ૧૯
લોઢાના ચણા ચાવવા એ ભારે દુષ્કર કામ છે તેમ સંયમનું સુપેરે પાલન કરવું એટલું જ કઠિન છે. પૂજ્ય આચાર્યશ્રી ગુલાબચન્દ્રજી સ્વામીએ પોતાના દીર્ઘ ચારિત્ર પર્યાયમાં અનેક પ્રકારનાં પરીષહો સહન કર્યા હતા, જેમાંથી કેટલાક પ્રસંગો વાંચવાથી પૂજયશ્રીની સહનશીલતા તથા ગંભીરતાનો ખ્યાલ આવી શકશે.
વિ.સં. ૧૯૪૭ની આ વાત છે. પંડિતરાજ શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામી સાથે પૂ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી ગુજરાતમાં વિહાર કરતાં કરતાં મહી નદી પાસે આવેલ વાસદ નામના ગામમાં પધાર્યા. તે ગામમાં શ્રાવકોના ઘર નહિ હોવાથી ગામ બહાર ખાખી બાવાની જગ્યામાં ઉતારો કર્યો. પાટીદાર બંધુઓના ઘરોમાંથી આહાર પાણી લાવી વાપર્યા.
ખાકી બાવો ભક્તિવાળો હતો પણ જૈન મુનિઓના આચારવિચારથી તદ્દન અપિરિચિત હતો. તેણે ભક્તિભાવથી પોતાના રસોઈયા સાથે રોટલી તથા કેરીઓ મોકલી, પણ તે વસ્તુ સાધુને અકલ્પનીય હોવાથી તેમ જ સામે લાવેલ આહાર હોવાથી પૂજયશ્રીએ તે સ્વીકારવાની ના પાડી તેથી રસોઈયો પાછો ગયો.
રાત્રિના સમયે ઠાકોરજીની આરતી ઉતારવામાં આવી. દરેક ભક્તોને ઠાકોરજીનું ચરણામૃત – પ્રસાદી આપવામાં આવી. તે સમયે ખાખી બાવાએ પૂજારીને કહ્યું, “જૈન સાધુઓની તીન મૂર્તિ આઈ હૈ ઉન્હીંકો ભી ચરણામૃત દેના ચાહીએ.” દેવસિય પ્રતિક્રમણ કરી પૂજ્યશ્રી આદિ ઠાણાઓ સ્વાધ્યાય કરતા હતા. તેવામાં ચરણામૃત લઈને પૂજારી આવ્યો. જૈન સાધુને અસ્પૃશ્ય અને સૂર્યાસ્ત પછી તો કોઈ પણ વસ્તુ અકલ્પ હોવાથી પૂજ્યશ્રીએ તેનો સ્વીકાર કર્યો નહિ.
પૂજારીએ જઈને ખાખી બાવાને તે હકીકત જણાવી અને બાવાજીનો મિજાજ ગયો. જૈન સાધુના આચારથી અજાણ એવા તેને ચરણામૃતના અસ્વીકારમાં પોતાનું અપમાન લાગ્યું. તેનો ક્રોધાગ્નિ ભભૂકી ઊઠ્યો. તેણે ગાળો દેવી શરુ કરી, બૂમ-બરાડા પાડ્યા અને પૂજારીને કહ્યું કે, “અભી કે અભી તીનો મૂર્તિયોંકો જગાએંસે હટા દો.” પૂજારીએ જઈએ તેમને વાત કરી. પં. શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામીએ પૂજારીને સમજાવ્યો કે અમારી શાસ્ત્રાજ્ઞા પ્રમાણે અમે રાત્રે વિહાર કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org