________________
૨ ૨૬
શ્રી નાગજી સ્વામી દાખલા-દલીલથી સમજાવી દીધું. આવેલા આગેવાનો બહુ ખુશ થયા અને છ કોટીનો સ્વીકાર કર્યો પરંતુ ચાલુ પ્રણાલિકા તોડવાની હિંમતના અભાવે હજી પણ તે જ સ્થિતિ ચાલુ રહી છે. છ કોટી અને આઠ કોટીનું સમાધાન શાસ્ત્રીય રીતે થઈ જવાથી બન્ને પક્ષમાં સંતોષ અને પ્રેમનું વાતાવરણ ફેલાયું.
વિ.સં. ૧૯૫૪નું ચાતુર્માસ પૂજ્યશ્રી દીપચન્દ્રજી સ્વામી આદિ ઠાણા-૯ લીંબડીમાં કર્યું. આ ચાતુર્માસ ખૂબ જ દીપ્યું. તેમાં મ. શ્રી જીવણજી સ્વામીને પક્ષઘાતની બીમારી લાગુ પડી. દિવસે દિવસે તબિયત વધારે બગડવા લાગી. તેમને લાગ્યું કે હવે જીવનનો થોડો કાળ બાકી છે તેથી વીતરાગ આજ્ઞા મુજબ સંથારો કરવો તેવા નિશ્ચય પર આવ્યા. દેહ ઉપરથી મૂચ્છ તેમણે દૂર કરી હતી. મૂચ્છ ભાવ ઊતરે છે ત્યારે જ સંથારાની ઈચ્છા થાય છે.
તેમણે આલોચના, પ્રાયશ્ચિત, આત્મનિંદા, દુષ્કૃતગર્તા, નિઃશલ્ય થઈ અનસન આદર્યુ. આઠ દિવસે સમાધિભાવે આયુષ્ય પૂર્ણ કરી સંવત ૧૯૫૫ ફાગણ વદિ-૧ના દિવસે સવારે કાળધર્મ પામ્યા.
પંડિત શ્રી નાગજી સ્વામીએ આત્મા તથા પુદ્ગલના સંબંધોને સારી રીતે વિચાર્યા હતા. પોતે દઢ સ્વાવલંબી હોવાથી આ વિયોગ સહન કરી શક્યા હતા છતાં પોતાની નાની ઉંમરમાં દીક્ષાનું કારણ પિતાજી હતા, તે મહાન ઉપકાર તેમના હૃદયમાંથી ખસતો ન હતો. વ્યવહારમાં પણ કહેવાય છે કે, “સુપાત્ર પુત્ર ઈકોતેર કુળને તારે છે.” તો પછી દીક્ષિત થયેલ પુત્ર, દીક્ષિત પિતાને ગૌરવનો અનુભવ કિરાવે તેમાં કોઈ આશ્ચર્ય નથી.
વિ.સં. ૧૯૫૭ના લીંબડી ચાતુર્માસનો રંગ અનેરો હતો. આચાર્ય શ્રી દીપચન્દ્રજી સ્વામીને ગાદીપતિ પદ આપવાનું હોવાથી આસપાસનાં શહેરોમાંથી ઘણા માણસો આવ્યા હતા. આ ચાતુર્માસમાં કચ્છ માંડવીથી શેઠ પોપટભાઈ સંઘ લઈને આવ્યા હતા. વળી મોરબીથી શેઠ અંબાવીદાસ, વાંકાનેરથી શેઠ પ્રેમચંદભાઈ વગેરે સંઘ લઈને લગભગ ૨૫૦ જણા આવ્યા હતા. ૨૦ દિવસ સુધી લીંબડી શ્રી સંઘે સન્માન કર્યું હતું, જે ભૂલાય તેવું ન હતું. તે વખતે લીંબડી સંઘનો સંપ અને જાહોજલાલી પ્રશંસાપાત્ર હતા. તે સમયે લીંબડીમાં જૈન ધર્મ રાજ ધર્મ જેવો ગણાતો. મહારાજા સાહેબની જૈન ધર્મ પર સારી પ્રીતિ હતી. હર વખતે વ્યાખ્યાન સાંભળવા પધારતા અને રાજકુટુંબને પણ વ્યાખ્યાન સંભળાવવાનો પ્રબંધ કરતા. દીક્ષા મહોત્સવ તથા બીજા ધાર્મિક પ્રસંગે રાજ્યની સારી મદદ મળતી. આ પદવી સમારંભના દિવસને રાજ્ય તરફથી જાહેર તહેવાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, જે શોભામાં અભિવૃદ્ધિરૂપ હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org