________________
૨૩૦
શ્રી નાગજી સ્વામી
માસમાં અજમેર શહેરમાં આખા હિન્દુસ્તાનના સ્થાનકવાસી જૈનોની એક કોન્ફરન્સ ભરાણી, તેની જ સાથે સમગ્ર ભારત વર્ષના સ્થાનકવાસી સાધુઓમાંથી દરેક સંપ્રદાયના અગ્રગણ્ય સાધુઓની કોન્ફરન્સ થઈ. જે મોરબીએ કોન્ફરન્સનું બીજ રોપ્યું તે જ મોરબીના લાડીલા વૈભવશાળી પુત્રો શ્રી દુર્લભજીભાઈ ઝવેરી તથા હેમચંદભાઈ મહેતાએ બીજને નવપલ્લવિત કર્યું. તે મોરબીના ગણો કે લીંબડીના ગણો ગમે તે કહો તે જ સંપ્રદાયના પરમ તેજસ્વી ભારતભૂષણ શતાવધાની પંડિત મ. શ્રી રત્નચન્દ્રજી મહારાજે સમગ્ર ભારતના સાધુ મહાપુરુષોની પરિષદના પ્રમુખ થઈ સાધુ અને શ્રાવકોને પોતાના અગાધ શાસ્રીય જ્ઞાનથી અને ઓજસથી મંત્રમુગ્ધ કરી નાખ્યા હતા.
રાયણ અને આમ્ર વૃક્ષો જેમ લાંબે વર્ષે ફળીને સ્વાદિષ્ટ ફળો આપે છે તેમ નાગજી સ્વામીના હાથથી વવાયેલું બીજ મોટા આમ્રવૃક્ષ તરીકે જોવા મળ્યું.
પ્રતિદિન મહારાજશ્રીના જીવનમાં વધારે વિકાસ થવા માંડ્યો. સંકુચિત ભાવના તો તેમણે છોડી દીધી હતી. તેમના અંતરમાં તો હવે વિશ્વવ્યાપી ભાવના પ્રગટી હતી. તેમણે વ્યાખ્યાનમાં શૈલી પણ બદલાવી. સિદ્ધાંતના માર્ગને અવલંબીને સુધા૨કને શોભે તેવા વ્યાખ્યાન આપતા હતા. વઢવાણમાં ડોસા વોરાના ઉપાશ્રયમાં અપાયેલા વ્યાખ્યાનની ભારે અસર થઈ. ‘શ્રાવક’ નામના માસિકે પોતાના ભાદરવા ૧૯૦૭ના અંકમાં લીધેલી નોંધ ઉપરથી જણાઈ આવે છે. તે નોંધનો ટૂંકસાર નીચે પ્રમાણે છે.
“મનુષ્ય હૃદય જ્યારે નિખાલી બને છે ત્યારે તેમાં ત્યાગબળ પ્રગટે છે. ત્યાગબળ એ જ ધર્મનો પાયો છે. આત્મભોગ વિના કોઈ મહાન કાર્ય થઈ શકતું નથી, આવું કહીને તે વિદ્વાન મુનિએ વિષયની સારી છણાવટ કરી હતી અને હાજર રહેલા શ્રોતાઓ ઉપર સારી છાપ પાડી હતી.
,,
તેમના વ્યાખ્યાન સંબંધમાં જાહેર વર્તમાનપત્રોને માસિકોએ લીધેલી નોંધ ઉ૫૨થી જણાય છે કે મહારાજશ્રી એક સુધારક વ્યાખ્યાતા અને સંપના હિમાયતી હતા. સમાજની ઉન્નતિની ધગશ તેમનામાં કેવી હતી તે જૈન સમાચાર તા. ૭-૧૦-૧૯૦૭ પુસ્તક બીજું અંક ૩૩માં લીધેલ નોંધ બતાવી આપે છે. તે નોંધનો સાર નીચે પ્રમાણે છે.
“દુનિયામાં જે જે ધર્મો વધારે ફેલાયેલા છે તે જાહેર ભાષણોના પ્રતાપે જ. પ્રથમ આપણા જૈન ધર્મ તરફ દૃષ્ટિ કરશું તો જણાશે કે શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પોતાનો બોધ કંઈ જૈનોમાં જ ગોંધી રાખ્યો ન હતો. હજારો અનાર્યોને પણ બોધ આપ્યો હતો અને ક્રાન્તિવીર લોંકાશાહે પણ ગામેગામ ફરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org