________________
આ છે અણગાર અમારા
૨૧૧
નવદિક્ષિત બન્ને મુનિરાજો સાથે પૂ. શ્રી નથુજી સ્વામી નાગલપુરના દરવાજાની બહારની જગ્યામાં પધારતા હતા તે વખેત જ રસ્તામાં કચ્છ રાજ્યના મેનેજર ગુડફેલો સામા મળ્યા અને નવદીક્ષિત સાથે સામાન્ય વાતચીત કરતાં તેઓના પ્રત્યુત્તરોથી તેમના મન ઉપર ઘણી જ સુંદર છાપ પડી. આ રીતે પણ વિરોધીઓના હાથ હેઠા પડ્યા.
'ગુરુદેવને ગાદીપતિ પદ પ્રાપ્ત થયું... પહેલું ચાતુર્માસ અંજારમાં પૂર્ણ કરી પૂજય શ્રી નથુજી સ્વામી તથા બન્ને નવદીક્ષિત ઝાલાવાડમાં પધાર્યા. લીંબડી સંપ્રદાયમાં એવો શિરસ્તો છે કે જ્યારે જ્યારે સંઘાડામાં કંઈક શિથિલતા જણાય અથવા તો દેશ-કાળ પ્રમાણે ફેરફાર કરવાની જરૂર ઊભી થાય ત્યારે સાધુ સંમેલન યોજવામાં આવે છે. જ્યારે પૂજ્ય શ્રી નથુજી સ્વામી લીબડી પધાર્યા ત્યારે ત્યાં સાધુ સંમેલન યોજવામાં આવ્યું હતું તેમાં ૩૨ સાધુઓનો સમુદાય એકત્ર થયો હતો. સં. ૧૯૩૭ પોષ વદિ ૧૩ ગુરુવારે પૂજ્ય શ્રી નથુજી સ્વામીને ગાદીપતિ પદ આપવામાં આવ્યું.
પૂજ્ય શ્રી ઠાણા-૩ સં. ૧૯૩૯માં ભોરારા પધાર્યા. ત્યાં નવદીક્ષિત ગુલાબચન્દ્રજી સ્વામીના બહેન મૂળીબાઈને દીક્ષા લેવાની ભાવના જાગૃત થઈ. તેમનાં સં. ૧૯૩૨માં લગ્ન થયેલા અને ત્રણ વર્ષના વૈવાહિક જીવનબાદ સં. ૧૯૩૫માં વિધવા બન્યા. સંસારની અસારતા વિચારી તેમણે ધાર્મિક જીવન શરુ કરેલ અને તેવામાં સં. ૧૯૩૯માં સુયોગ મળી જતાં તેમણે તથા દેવકુંવરબાઈ અને નાનબાઈ એ ત્રણેએ પૂ.શ્રી નથુજી સ્વામી તથા પૂ. શ્રી દીપચન્દ્રજી સ્વામી આદિ ઠાણાઓનાં સાનિધ્યમાં સં. ૧૯૩૯ના મહા વદિ ૪ના દિવસે દીક્ષા અંગીકાર કરી મહાસતીજી મોટા પૂરીબાઈ આર્યાજીના શિષ્યાઓ થયા.
આ મૂળીબાઈ આર્યાજીએ સાઠ વર્ષ જેટલા દીક્ષા પર્યાય પાળી સં. ૧૯૯૮ના આસો વદિ-પને ગુરુવારના કચ્છ રતાડિયામાં સ્વર્ગવાસ પામ્યા. તેમને પ્રેમબાઈ આર્યાજી, રતનબાઈ આર્યાજી વગેરે શિષ્યાઓ થયા હતા.
જ્ઞાની ગુરુનો વિયોગ... પરોક્ષ કૃપા વરસી... સંવત ૧૯૪૦ની સાલમાં પૂજય શ્રી નથુજી સ્વામી, Wવીર મોટા શ્રી જીવણજી સ્વામી, શ્રી મકનજી સ્વામી, મ.શ્રી લાધાજી સ્વામી (ભોરારાના) મ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા બાલ મુનિ શ્રી વીરજી સ્વામી ઠાણા-૬ લીંબડીમાં ચાતુર્માસ રહ્યા. આ ચાતુર્માસમાં પૂ. શ્રી નથુજી સ્વામીની તબિયત લથડી. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org