________________
૨૧૪
શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા શ્રી વીરજી સ્વામી
( શતાવધાનીજી, શાંતમૂર્તિજી વગેરે મહાન શિષ્યોની દીક્ષા
સંવત ૧૯૫૩માં શતાવધાની શ્રી રત્નચન્દ્રજી સ્વામીએ દીક્ષા લીધી અને તેમના પ્રથમ શિષ્ય બન્યા. તેમને દશ વર્ષ સુધી ભણાવવામાં બન્ને બંધુઓએ જે ભોગ આપ્યો તે અદ્વિતિય હતો.
અધ્યયન કરવા કરાવવા માટે તેઓશ્રીને કેટલી ઝંખના હતી તે નીચેના એક પ્રસંગ ઉપરથી જાણી શકાશે.
સંવત ૧૯૬૦નું ચાતુર્માસ પૂ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી આદિ ઠા.૨ અંજારમાં હતા અને કવિવર્ય વીરજી સ્વામી તથા પૂ. રત્નચન્દ્રજી સ્વામી અંજારથી ૧૩ કિ.મ. દૂર ખેડાઈ ગામમાં ચાતુર્માસ હતા. તે વખતે અભ્યાસને યોગ્ય પંચલક્ષણી, સિદ્ધાંતલક્ષણ, અવચ્છેદક્તા, નિરુક્તિ એ ત્રણે ન્યાય ગ્રન્થોની વિવેચના ન્યાયશાસ્ત્રી પં. બંગાઝાએ કરેલ. તે સમયે એ પુસ્તકો છપાવેલા ન હોવાથી અભ્યાસની સરલતા માટે પૂ. શ્રી દરરોજ લખીને ખેડાઈ મોકલતા. આવી રીતે બન્ને બંધુઓએ બધી જવાબદારી ઉપાડી શતવધાની મ. ને ભણાવતા. તેમને કામ કરવા બિલકુલ આપતા જ નહિ.
સંવત ૧૯૫૯ના ફાગણ સુદિ-૩ના શાંતમૂર્તિ શ્રી રુપચન્દ્રજી સ્વામીએ દીક્ષા લીધી અને કવિવર્ય શ્રી વીરજી સ્વામીના પ્રથમ શિષ્ય થયા. તે જ વર્ષે વૈશાખ સુદિ-૮ને સોમવારના ઉમેદચન્દ્રજી સ્વામીની દીક્ષા થઈ. તેઓ પણ વીરજી સ્વામીના શિષ્ય થયા.
કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામીને શાસ્ત્રાવગાહન અને અન્ય અભ્યાસના કારણે પ્રાપ્ત કરેલ શક્તિને કાવ્યરુપે વહાવી પર્વતમાંથી નીકળેલી નદી આગળ વધતાં જેમ વિશાળ રુપ ધારણ કરે તેમ દિવસે દિવસે કાવ્ય સ્ત્રોત વધતો ગયો જેને કારણે શ્રી વીરજી સ્વામીને “કવિવર્યની માનવંતી ઉપાધિ પ્રાપ્ત થઈ.
'પ્લેગના ઉપદ્રવના કારણે ચાતુર્માસમાં વિહાર કરવો પડ્યો સવંત ૧૯૭૪ની સાલમાં ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય શ્રી વીરજી સ્વામી, પં. શ્રી રત્નચન્દ્રજી સ્વામી, શાંતમૂર્તિ શ્રી રામચન્દ્રજી સ્વામી તથા ભાવચન્દ્રજી મ. ઠા. ૫ કચ્છ મુન્દ્રામાં ચાતુમોસ રહ્યા. આ ચાતુર્માસ દરમ્યાન મુદ્રામાં અચાનક પ્લેગનો ઉપદ્રવ શરુ થયો એટલે પર્યુષણની આરાધના કરાવ્યા બાદ ભાદરવા વદિમાં પૂ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા ક.મ.શ્રી વીરજી સ્વામી ઠા. ર ગુંદાલા પધાર્યા. પં. રત્નચન્દ્રજી સ્વામી આદિ ઠા. ૩ ભોરારા પધાર્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org