________________
૨૧૫
આ છે અણગાર અમારા
આમ પ્લેગ વગેરેનાં મોટા રોગોનો ઉપદ્રવ હોય, રાજા વગેરેનો ત્રાસ હોય, કેટલાક કારણો ઉપસ્થિત થાય તો અમદાવાદ માર્ગે ચોમાસામાં વિહાર કરવાની શાસ્ત્રાજ્ઞા છે.
સંવત ૧૯૮૧માં પૂજ્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી, કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી, શતાવધાની મ. શ્રી રત્નચન્દ્રજી સ્વામી આદિ ઠાણા-૫ તથા માલવાના (ધર્મદાસ સંપ્રદાય) પૂ. શ્રી તારાચંદજી મ. શ્રી કિશનલાલજી મ. તથા પ. શ્રી સૌભાગ્યમલજી મ. આદિ ઠાણા-૬, કુલ્લ ઠાણા-૧૧ મોરબી ચાતુર્માસ હતા. માલવાનાં સંતો પૂ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા રત્નચન્દ્રજી સ્વામી પાસે અભ્યાસ કરતા હતા. મોરબી સંઘનો ઉત્સાહ ખૂબ હતો. આ શહેરનો ભક્તિભાવ જોઈ મારવાડી મહાત્માઓ પણ અત્યંત પ્રસન્ન થયા હતા.
સંવત ૧૯૮૩માં લાકડિયા (કચ્છ)ના ગુલાબબાઈને દીક્ષાને રજા ન મળતી હતી તેથી પૂ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીના ઉપદેશથી એમનાં સગાંવાહલા બોધ પામ્યા અને રજા આપી તેથી તે જ વર્ષે અક્ષયતૃતીયાના તેમને દીક્ષા આપી વાગડના સિંહણ મ. મોટા કુંવરબાઈ આર્યાજીના શિષ્યા તરીકે જાહેર કર્યા.
સંવત ૧૯૮૪ના ફાગણ સુદિ-૧ને ગુરુવાર (કચ્છ) ભચાઉના કરશન ગાંગજી નંદુને લાકડિયામાં દીક્ષા આપી કપૂરચંદજી સ્વામી નામ રાખ્યું અને કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામીને શિષ્ય તરીકે સોંપ્યા. તેઓશ્રી શાંત સ્વભાવી અને સેવાભાઈ સંત હતા.
સંવત ૧૯૮૫માં ફાગણ સુદ-૨ના મનફરામાં પૂનમચન્દ્રજી સ્વામીને તથા પ્રેમ કુંવરબાઈ આર્યાજીને દીક્ષા આપી, તે જ વર્ષે જેઠ સુદ-૮ શુક્રવારના ભોરારામાં તપસ્વી મ. શ્રી ડુંગરસિંહજી મ. ને દીક્ષા આપી.
સંવત ૧૯૮૬ માગ. સુદિ ૩ના નાગજી સ્વામી તથા સુવિનીત નવચન્દ્રજી સ્વામી (પૂ. શ્રી ગુલાબવીર જીવનચારિત્રના લેખકોને દીક્ષા આપી, દયાકુંવરબાઈ અને ખેમકુંવરબાઈ મ. ને દીક્ષા આપી સંવત ૧૯૮૮ વૈશાખ મહિનામાં લીંબડી પધાર્યા.
'આચાર્ય પદ - પ્રદાન મહોસ્તક સંવત ૧૯૮૮ વૈશાખ વદિ ૮ ના લીંબડીમાં સાધુ સંમેલન થયું અને છપ્પન બોલ બાંધ્યા. આ જ સંમેલન જેઠ સુદિ-૧૧ને રવિવારે ૨૪ સાધુઓ અને ઓગણીશ સાધ્વીજીઓ તેમ જ શ્રાવક-શ્રાવિકાઓની હાજરીમાં કવિવર્ય પં. શ્રી નાનચન્દ્રજી સ્વામીએ શ્રી સંઘની ઈચ્છાથી પૂજયશ્રી ગુલાબચન્દ્રજી સ્વામીને આચાર્ય પદની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org