________________
૨૧૬
શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા શ્રી વીરજી સ્વામી પછેડી ઓઢાડી. તે વખતે લીંબડી મોટા સંપ્રદાયમાં સાધુ ૩૧ તથા સાધ્વીજીઓ ૬૬ હતાં. જો કે તેમનું ગાદી પર આગમન તો સં. ૧૯૮૫ના કારતક સુદિ-૨ના જ થઈ ગયું હતું.
લીંબડી સંપ્રદાયનો સુવર્ણ સમય” પૂજ્ય આચાર્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી જ્યારથી આચાર્ય પદે આવ્યા ત્યારથી લીંબડી સંપ્રદાયનો સમય એટલે “સુવર્ણ કાળ' તરીકે ઓળખાતો. સં. ૧૯૮૮ થી ૨૦૦૮ સુધીના વીશ વર્ષના ગાળામાં તેમણે ગચ્છની સાર-સંભાળ, ધર્મ પ્રભાવના, ગ૭ વૃદ્ધિ વગેરે વિષયોમાં પોતાનો અપૂર્વ પુરુષાર્થ ફોરવ્યો હતો. સૌ કોઈના હૃયમાં બિરાજી ગાદીપતિ આચાર્યપદને સાર્થક કર્યું હતું.
સંવત ૧૯૯૨ના મહા સુદિ ૧૪ને ગુરુવારના ભચાઉના રહીશ ગાલા કાનજી રામજીને પૂજ્યશ્રીએ દીક્ષા આપી કેવલચન્દ્રજી સ્વામી નામ રાખ્યું તથા શાંતમૂર્તિ પૂજ્ય શ્રી રુપચન્દ્રજી સ્વામીના શિષ્ય તરીકે જાહેર કર્યા. તે જ વર્ષે ફાગણ સુદિ-૩ના (કચ્છ) માંડવીમાં બા.બ્ર. સૂરજબાઈ આર્યાજીને દીક્ષા આપી મહાસતીજી નાથીબાઈ આર્યાજીના શિષ્યા બનાવ્યા.
સંવત ૧૯૯૫નાં અખાત્રીજના પવિત્ર દિવસે (કચ્છ) રામાણિયામાં મનફરાના દીવાળીબાઈ તથા રામાણિયાના મણિબાઈને પૂજયશ્રીએ દીક્ષા આપી મહાસતીજી નાથીબાઈ આર્યાજીના શિષ્યા તરીકે સ્થાપ્યાં. આ સાલનું ચાતુર્માસ પૂજ્યશ્રી ઠા. ૬ ભચાઉમાં રહ્યા હતા. ત્યાં પૂજયશ્રી એ “વીર પુસ્તક ભંડાર'ની સ્થાપના કરી જેનો વિકાસ પાછળથી પૂ. શ્રી રુપચન્દ્રજી સ્વામી તથા તત્ત્વજ્ઞ ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામીએ ખૂબ કરેલ છે.
સંવત ૧૯૯૮ના માગસર સુદિ ને ગુરુવારે (કચ્છ) ભૂજમાં બા. બ્ર. રુક્ષ્મણીબાઈ આર્યાજીએ દીક્ષા આપી મોટા ડાહીબાઈ આર્યાજીના શિષ્યા તરીકે જાહેર કર્યા.
સંવત ૧૯૯૭ના ફાગણ વદિ પાંચમના દિવસે વઢવાણ શહેરમાં (કચ્છ) લાકડિયાના ભાવલબાઈને ભાગવતી દીક્ષા આપી, ભાણબાઈ (ભાનુમતીબાઈ) આર્યાજી નામ પામી મ. પુરીબાઈ આર્યાજીના શિષ્યા બા.બ્ર. લક્ષ્મીબાઈ આર્યાજીના શિષ્યા તરીકે જાહેર કર્યા.
સંવત ૧૯૯૯ના માગસર સુદિ ૩ને ગુરુવારના સુરેન્દ્રનગરમાં (કચ્છ) સમાઘોઘાના મેઘજીભાઈને દીક્ષા આપી મહેન્દ્રમુનિ નામ રાખ્યું. તે જ વર્ષે ગોંડલના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org