________________
-
૨૧૨
શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા શ્રી વીરજી સ્વામી વખતે તેમની ઉંમર ૬૪ વર્ષની હતી.
પૂ. શ્રી નથુજી સ્વામીને પોતાનો અંતિમ કાળ નજીક દેખાણો. વિદ્વાન મોટા જીવણજી સ્વામીને પોતાની પાસે એકાંતમાં બોલાવી પોતાના બન્ને શિષ્યોને માટે ભલામણ કરી. એ સંયમ યાત્રામાં તેઓ બન્ને હર હંમેશ પ્રગતિ કર્યા કરે તે માટે સંભાળ રાખવાનું પણ સૂચન કર્યું. ધીમે ધીમે માંદગી વધતી ગઈ. તેમણે વાત આઠ દિવસ અગાઉ જણાવી દીધી હતી. શ્રાવણ વદિ-૮ જન્માષ્ટમીનો દિવસ આવી પહોંચ્યો. તે દિવસે પોતાનો દેહોત્સર્ગ જાણી આલોયણા કરી, સર્વ જીવોને ખમાવી, સંથારો લીધો. અરિહંત, અરિહંત એવા પવિત્ર સ્મરણપૂર્વક સમાધિમાં લીન થઈ ગયા. બપોરના બે વાગ્યે પિસ્તાલીશ વર્ષનો દીર્ઘ સંયમપર્યાય પાળી સ્વર્ગવાસ પામ્યા.
આટલી નાની ઉંમરમાં અચાનક ગુરુદેવનો વિયોગ પડવાથી તરુણમુનિ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા બાલમુનિ શ્રી વીરજી સ્વામીને વજપાત જેવું કારમું દુઃખ થયું પણ જ્ઞાનદ્રષ્ટિથી વિચાર્યું કે....
संयोगो हि वियोगस्य संचूचयति सम्भवम् ।
अनतिक्रमणीयस्य, जन्ममृत्योरिवागमम् ॥ ભાવાર્થ : જેનું અતિક્રમણ ન થઈ શકે એવો જન્મ જેમ મૃત્યુનું આગમન સૂચવે છે તેમ સંયોગ એ વિયોગના સંભવને સૂચવે છે. આવી રીતે પોતાના મનનું સમાધાન કર્યુ અને આવી પડેલ દુઃખ સમભાવે સહન કરી શાન્તિ જાળવી.
'શાસ્ત્રાભ્યાસ સાથે વિવિધ અનુભવો સંયમ લીધા પછી બન્ને મુનિરાજો શાસ્ત્રાભ્યાસમાં ઓતપ્રોત રહેવા લાગ્યા. સંવત ૧૯૩૭માં ગુલાબચન્દ્રજી સ્વામીએ લીંબડી ચાતુર્માસમાં શાસ્ત્રી જગજીવન ભટ્ટ પાસે સારસ્વત વ્યાકરણનો અભ્યાસ શરુ કર્યો અને વીરજી સ્વામીએ દશવૈકાલિક વગેરેનું અધ્યયન કર્યું.
સંવત ૧૯૩૮માં પૂ. ગુરુદેવ શ્રી નથુજી સ્વામીની આજ્ઞાથી પૂ. શ્રી દેવચન્દ્રજી સ્વામી સાથે સાયેલા રહ્યા અને ત્યાં શાસ્ત્રી હરિશંકર શુકલ પાસે સારસ્વત વ્યાકરણ પૂર્ણ કર્યુ તથા સિદ્ધાંત ચન્દ્રિકા પૂર્વાર્ધ અને રઘુવંશ કાવ્યનો અભ્યાસ કર્યો. તે વર્ષે બાલમુનિ શ્રી વીરજી સ્વામીએ જેતપુર (કાઠી) પૂ. શ્રી મેઘરાજજી સ્વામી સાથે ચાતુર્માસ કર્યું અને ઉત્તરાધ્યયન સૂત્ર વગેરેનો અભ્યાસ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org