________________
૨૧૦
શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા શ્રી વીરજી સ્વામી છે તેવા તે વખતે ભારે જાહોજલાલીવાળા અંજાર શહેરના સુશ્રાવકોને જાણ થઈ કે પૂજય શ્રી નથુજી સ્વામી સાથે બે દીક્ષાર્થી બંધુઓ છે. તેઓ બન્નેને તુરતમાં જ દીક્ષા આપવાનો પૂજયશ્રીનો ભાવ છે, તો તે લાભ અંજાર સંઘે શા માટે ન લેવો? શ્રી સંઘે પૂજયશ્રીને વિનંતિ કરી અને પૂ. શ્રીએ તે સ્વીકારી. દીક્ષાની તૈયારીઓ થવા લાગી.
'વિરોધીઓના હાથ હેઠા પડ્યા. જે જમાનામાં અંજારમાં જૈન અને જૈનેતરો વચ્ચે ધર્મદ્વિષ વિશેષ પ્રમાણમાં હતો. અંજારના નાગરોનો આવી રીતે જૈનો ધામધૂમપૂર્વક દીક્ષા આપે તે ન રુચ્યું. તેઓ કોઈ પણ પ્રકારે આ રંગમાં ભંગ પડાવવા ઈચ્છતા હતા. તેઓએ એક તરકટ રચ્યું. બન્ને બંધુઓ પૈકી એકની ઉંમર ૧૫ વર્ષની હતી અને વીરજીભાઈની ઉંમર તો ૧૦ વર્ષની હતી એટલે તે નાની ઉંમરના બાળકને ફોસલાવીને દીક્ષા આપે છે તેવો પ્રચાર કરી દીક્ષા અટકાવવી અને એ રીતે જૈનોને બદનામ કરવાનો તેઓએ મનસૂબો કર્યો. તેમાં તેઓને સફળતા મળે તેવું જણાતું હતું. કારણ કે કચ્છ રાજયના કુમાર સગીર વયના હોવાથી યુરોપીયન સગૃહસ્થ હતા. રાજમાં નાગરોની લાગવગ ઠીક હતી તેથી દીક્ષા અટકાવવા ઘણી કોશિશ કરી પરંતુ તેઓ ફાવ્યા નહિ. દીક્ષા જેવા પવિત્ર કાર્યમાં તો વિપ્ન આવતા હોય તો પણ ઉપશમી જાય.
નાગર લોકોના મનસૂબાની શ્રી સંઘને ખબર પડી. શ્રી સંઘે પરસ્પર મસલત કરી વીરજીભાઈને કેટલાક પ્રશ્નો પૂછયા. તે પ્રશ્રોના સંતોષકારક જવાબ સાંભળી શ્રી સંઘની શ્રદ્ધા બમણી બની અને વિશેષ ઉત્સાહ તથા અનેરા ભપકાથી દીક્ષામહોત્સવ ઊજવવાની તૈયારીઓ કરવા માંડી. કચ્છના નાનાં-મોટાં અનેક ગામોથી ઘણા ભાવિકો દીક્ષા મહોત્સવમાં ભાગ લેવા માટે આવ્યા હતા.
પૂજય શ્રી નથુજી સ્વામી આદિ ઠાણા-૩ તથા મહાસતીજી ઠાણા-૧૬ બિરાજતાં હતાં. ભારે દબદબાપૂર્વક વિ. સ. ૨૦૩૬ મહા સુદિ-૧૦ ને ગુરુવારે ઊગતે પહોરે દલાલ માણેકચંદ મોણશીના ઘરેથી દીક્ષાની શોભાયાત્રા કાઢવામાં આવી. સારાયે અંજાર શહેરમાં દીક્ષાની શોભાયાત્રા ફરી દીક્ષા મંડપમાં આવ્યા. લોકોની ઘણી મેદની વચ્ચે વાતાવરણ ભારે ઉલ્લાસમય હતું. તેવા ધન્ય અવસરે બન્ને બંધુઓને પૂજય શ્રીનાથજી સ્વામીએ દીક્ષા આપી પોતાના શિષ્ય બનાવ્યા. ગણપતભાઈનું નામ ગુલાબચન્દ્રજી તથા વીરજીભાઈનું નામ વીરજીસ્વામી રાખવામાં આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org