________________
૨૦૨
શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા શ્રી વીરજી સ્વામી
સાગારી અનશન (સંથારો) આદરી શયન કરવાની તૈયારી કરે છે તેવામાં દેહચિંતાનું કારણ બન્યું. તે કારણ પતાવી પાટે બિરાજ્યા તેવામાં અકસ્માત્ શ્વાસની અસર જણાઈ, જેથી પાટ પર થોડો વખત બિરાજ્યા. શ્વાસ શાન્ત પડ્યો એટલે હે પ્રભો ! એમ મુખેથી ઉચ્ચાર કરી શયન કર્યું અને તે જ વખતે સમાધિભાવમાં આરાધનાપૂર્વક મંગલ મૃત્યુને વધાવી પોતાની પાછળ નવ શિષ્યોનું મુનિમંડળ મૂકી સ્વર્ગવાસ પામ્યા.
ચોવીસ વર્ષની વયે દીક્ષા લીધી, ૩૮ વર્ષ પ્રવ્રજ્યા પાળી, કુલ્લ ૬૨ વર્ષનું આયુષ્ય ભોગવ્યું.
તેઓશ્રી જ્યાં જ્યાં વિચર્યાં ત્યાં ત્યાં તેમના સદ્બોધથી શ્રી સંઘોમાં ઘણી ધર્મારાધનાઓ થયેલી, તેમનું જીવન જ મંગલમય હોવાથી પોતાના નામને સાર્થક કરી શાસનની શોભા વધારી.
*
સુવર્ણયુગ પ્રવર્તક પૂજ્ય આચાર્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી
“ભાગ્યશાળીઓથી ભવ્ય બનતી ભોરારા ભૂમિ’
કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ભોરારા ગામમાં શ્રવણ ભારમલ દેઢિયા નામના સગૃહસ્થ રહેતા હતા. તેઓ સરળ સ્વભાવી હતાં. તેમનાં ધર્મપત્નીનું નામ આશઈબાઈ હતું. તેઓ સુશીલ અને સદ્ગુણી હતાં. તેમની જ્ઞાતિ વીસા ઓસવાળ હતી. શ્રવણભાઈના દાદા નારદ શાહના નામ ઉપરથી નારનિયા ફળિયું પ્રસિદ્ધિ પામ્યું હતું.
ગૃહસ્થાવાસના ફલસ્વરુપ તે દંપતીને ચાર પુત્રો તથા એક પુત્રીની પ્રાપ્તિ થઈ, જેમનાં નામ અનુક્રમે (૧) નરપાળ (૨) ગણપત (૩) વીરજી (૪) જીવરાજ તેમ જ પુત્રી મુળીબાઈ.
ચારિત્રનાયક શ્રી ગણપતકુમારનો જન્મ વિ.સં. ૧૯૨૧ના જેઠ સુદ બીજના દિવસે અને વીરજીભાઈનો જન્મ વિ.સં. ૧૯૨૬ના શ્રાવણ વદિ સાતમના દિવસે થયો હતો. રામ-લક્ષ્મણની જોડીની જેમ આ બન્ને ભાઈઓ ચબરાક અને તેજસ્વી હતા તેમ જ બન્નેને એકબીજા વિના જરાય ચાલતું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org