________________
૨૦૪
શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા શ્રી વીરજી સ્વામી
ભોરારાની ભૂમિને પાવન કરી. પૂજયશ્રી નથુજી સ્વામી ઉપદેશ આપવામાં ખૂબ જ કુશળ હતા અને સાથે ઉપદેશાનુસાર જીવન જીવતા હતા જેથી તેમના ઉપદેશની ધારી અસર થતી હતી.
જેમ ભૂખ્યાને મિષ્ટ ભોજન અને તરસ્યાને મધુર જળની પ્રાપ્તિ થાય તેમ ગણપતભાઈ તેમ જ વીરજીભાઈ બન્નેને સદ્ગુરુના સમાગમથી અને તેમના ઉપદેશથી અતિ હર્ષ થયો. તેઓ બન્નેએ ગુરુદેવની જ્ઞાનગંગાનો યથેચ્છ લાભ લીધો. બન્ને બંધુઓની સંયમ સ્વીકારવાની ભાવના વિશેષ ઉત્કટ બની. પારસમણિના સંગથી જેમ લોઢું પણ સોનું બની જાય તેમ ગુરુદેવના સહવાસથી ગણપતભાઈના સમગ્ર જીવનમાં પરિવર્તન થઈ ગયું. હવે તો સાંસારિક કાર્યો તેમને હરપળે શલ્યની માફક ખૂંચવા લાગ્યા.
જ્યારે પૂજય શ્રી નથુજી સ્વામીએ ભોરારાથી વિહાર કરવાની તૈયારી કરી ત્યારે ગણપતભાઈને પૂજ્યશ્રીની સાથે ધાર્મિક અભ્યાસ કરવા જવાની ઈચ્છા થઈ. તેમણે પોતાની તે મનોભાવના વડીલબંધુ નરપાળને જણાવી. માતાને પણ તે વાત જણાવી અનુમતિ માગી.
બન્ને વડીલોએ વિચાર કર્યો કે આપણા જ પ્રદેશમાં અને આપણા જ સગાઓના ગામમાં પૂજ્યશ્રી સાથે ગણપત ફરે અને ધાર્મિક અભ્યાસ કરે તે તો લાભદાયી છે. વળી દીકરી વિદ્વાન થશે તો ઘરની ને કુટુંબની પ્રતિષ્ઠા વધશે. આવા આશયથી તેમણે બન્નેએ રજા આપી. ગણપતભાઈ પૂજ્ય શ્રી સાથે અભ્યાસ કરવા ચાલી નીકળ્યા પણ કુદરતને હજી તેમની કારમી કસોટી કરવાની બાકી હતી.
“સારા કામમાં સો વિદન'' એ ઉક્તિ અનુસાર પૂજયશ્રી નથુજી સ્વામી સાથે અભ્યાસ કરવા માટે ગણપતભાઈ ગયાના સમાચાર તેમના કાકાના દીકરા પેથાભાઈને મળ્યા. તેમને થયું કે ગણપત હવે દીક્ષા લઈ લેશે એટલે તેઓ ભરોરા આવ્યા અને નરપાળભાઈને ઠપકો આપ્યો. ભદ્રિક સ્વભાવના નરપાળે તેમનું કથન સ્વીકારી લીધું અને ગણપતભાઈને પાછા લાવવા બન્ને જણા મુન્દ્રા ગયા.
ગણપતભાઈને આડુંઅવળું સમજાવી ભોરારા પાછા લઈ આવ્યા. તેઓ ઘરે આવ્યા તો ખરા પણ પોતાનું મન તો ગુરુદેવની પાસે મૂકતા આવ્યા હતા. તેમનું અંતઃકરણ ગુરુમહારાજનો સહવાસ ઝંખતું હતું. એટલે સમય જોઈ ગણપતભાઈ ગૂપચૂપ ઘરેથી નીકળી ગયા અને ગુરુમહારાજને મળ્યા.
આ રીતે થોડા દિવસ વીત્યા તેવામાં પેથાભાઈ પુનઃ આવ્યા અને સમજાવીપટાવીને ગણપતભાઈને ઘરે તેડી ગયાં; છતાં જળની માછલીને જેમ જળ વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org