________________
૨૦૬
શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા શ્રી વીરજી સ્વામી હવે ગણપતભાઈની કપરી કસોટીનો કાળ આવી રહ્યો હતો. નરપાળે ગણપતને વિવિધ રીતે સમજાવ્યો કે દીક્ષાની વાત કરવી સહેલી પણ પાળવી દુષ્કર છે. દીક્ષા એ તો તલવારની ધાર પર ચાલવા જેવું દુષ્કર કામ છે. મીણના દાંતથી લોઢાના ચણા ચાવવા જેવું કપરું કર્તવ્ય છે. દીક્ષિત વ્યક્તિને કેશલુંચન કરવું પડે, ભિક્ષા માટે ઘરે ઘરે ફરવું પડે, ગમે તેવો આહાર મળે પણ વાપરવો પડે. ઉઘાડે પગે અને ઉઘાડે માથે સખત તાપ કે ટાઢમાં વિહાર કરવો પડે, બાવીશ પરીષહો સહેવા પડે. આ બધી મુશ્કેલી તને અત્યારે સમજાશે નહિ, વળી તારી ઉમર પણ નાની છે. સંસારની હવા હજી તને સ્પર્શી નથી માટે ધર્મ કરવો હોય તો ઘરે બેસીને કર અમે બધી અનુકૂળતા કરી આપશું.
મોટાભાઈના ખૂબ સમજાવવા છતાં ગણપતભાઈની ભાવનામાં ફેરફાર ન થયો. આ સમયે વીરજીભાઈએ પણ ગણપતભાઈના માર્ગે જવાનો પોતાનો વિચાર પ્રદર્શિત કર્યો, “જે નિશ્ચય ગણપતભાઈનો તે જ નિશ્ચય મારો.” એવો સ્પષ્ટ જવાબ વીરજીભાઈએ જણાવવાથી નરપાળભાઈ આશ્ચર્યમાં ડૂબી ગયા. આ રકઝકમાં પેથાભાઈનો પિત્તો ઊછળી આવ્યો અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં બન્નેને જણાવી દીધું કે અમે કોઈ પણ ભોગે તમને દીક્ષા લેવા નહિ દઈએ. અમારું નહિ માનો તો કૂવામાં નાખી દઈશું પણ સાધુ તો નહીં જ થવા દઈએ.
આ બીકની કંઈ અસર ન થઈ. ગણપતભાઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે, જીવતો રહીશ તો સાધુ થઈશ. જો કૂવામાં નાખશો અને આ દેહનો અંત આણશો તો હું કંઈ કહેતો નથી, પણ જીવીશ તો સાધુવેશમાં જ જીવીશ.
(આર્યાવૃત્તમ) सकृदपि यत्प्रतिपन्नं, तत्कथमपि न त्यजन्ति सत्पुरुषाः । __नेन्दुस्त्यजति कलंक, नोज्झति वडवानलं सिन्धुः ॥
અર્થ: જેમ ચન્દ્ર પોતાના કલંકનો તથા મહાસાગર પોતાના પેટાળમાં રહેલા વડવાનલનો ત્યાગ કરતા નથી તેવી રીતે પુરુષો એક વાર સ્વીકારેલ નિર્ણયને ક્યારે પણ તજતા નથી.
આવી રીતે જ્યારે તેમણે પોતાનો દઢ નિર્ણય મોટાભાઈને જણાવી દીધો ત્યારે પેથાભાઈને રગે રગમાં ક્રોધ વ્યાપી ગયો. તેઓ ગણપતને તેના કાકા દેવુ ભારમલની વાડીએ (પ્રાગપુરની બાજુમાં) લઈ ગયા અને અનેક પ્રકારે સમજાવ્યો છતાં ગણપતભાઈ મક્કમ રહ્યા ત્યારે પેથાભાઈએ એક મજબૂત દોરડું મંગાવી, તેની કેડે બાંધી કૂવામાં ઉતાર્યા અને પાણીની સપાટી સુધી પહોંચાડ્યા. “હવે છોકરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org