________________
આ છે અણગાર અમારા
૨૦૩ ખાવું-પીવું, સૂવું-બેસવું, હરવું-ફરવું વગેરે બધી ક્રિયાઓમાં તેઓ બન્ને સાથે ને સાથે જાણે જીવ એક અને ખોળિયા બે.
'ઘોડિયા લગ્ન નક્કી થયા પરંતુ.....D તે અરસામાં “ઘોડિયા લગ્ન' એ આબરુનો સવાલ ગણાતો હતો. મોટા ભાગનાં લગ્નો તો ઘોડિયામાં ઝૂલતાં બાળકો વચ્ચે જ નિર્ણત થઈ જતા. તેનાં કેટલાંક સારાં પરિણામો આવતાં તથા કેટલાક દુઃખદાયી પણ નીવડતાં. છતાં જૂના જમાનામાં લગ્ન જીવનની જે ભાવના હતી તે આજે આપણે સુધરેલા ગણાતા સમાજમાં જોઈ શકતા નથી, તે પણ કાળની એક બલિહારી જ ગણી શકાય.
ગણપતકુમાર બે વર્ષના થયા ત્યાં તો તેમના ગામથી ત્રણ કિલોમીટર દૂર ગુંદાલા ગામે તેમનું સગપણ કરવામાં આવ્યું. ગુંદાલાના રાંભિયા ફળિયામાં રહેતા રાંભિયા દેવાભાઈ પાંચારિયા મૂળજીની સુપુત્રી મેઘઈબાઈ ગણપતભાઈની ભાવિ જીવનસંગાથી નિર્મીત કરવામાં આવી, પણ કુદરતને તે મંજૂર ન હતું.
ગણપતકુમાર દશ વર્ષની ઉંમરના થતાં સંવત ૧૯૩૧ના માગશર વદિ૧૩ના તેમનું શિરછત્ર ઝૂટવાઈ ગયું. શ્રવણભાઈ આ ફાની દુનિયાનો ત્યાગ કરી સ્વર્ગવાસી થયા. પિતાના આકસ્મિક વિયોગથી ગણપતકુમારને બહુ દુઃખ લાગ્યું. વૈરાગ્યવાસી આત્માઓને આવા નિમિત્તો વૈરાગ્યભાવ પ્રગટ થવામાં નિમિત્તભૂત બને છે. ગણપતકુમારને સંસાર અસાર લાગ્યો.
મીલા હે માન ભારત કો, ઉન્હીં સતીયોંકી શક્તિ પર !
ટીકે હૈ ચાંદ ઔર સૂરજ, ઉન્હીં સંતોકી શક્તિ પર | પ્રતિદિન ઉપાશ્રયે જવાથી તેમની વૈરાગ્યભાવનામાં સિંચન થયું. મોટા પુરીબાઈ આર્યાજીના ઉપદેશથી તેમનામાં જાગૃતિ આવી. ધર્મનું સ્વરુપ સમજાયું અને ચારિત્ર્ય-સ્વીકાર કરવાની ભાવના જાગી. ધર્મશ્રદ્ધા પ્રતિદિન બલવત્તર બનતી ગઈ અને ધર્મપરાયણ જીવન જીવવાનું શરુ કર્યું. મહાસતીજી મોટા પુરીબાઈ આર્યાજી, મહા. રયાંબાઈ આર્યાજીના પરિવારનાં હતાં. તે વખતે કચ્છમાં મહાસતીજીઓ વધારે વિચરતાં, સાધુઓ ઓછા રહેતા જેના કારણે કચ્છમાં ધર્મભાવના ટકાવવાનો યશ સાધ્વીજીઓના ફાળે જાય છે.
ગુરુજી મળ્યા રે જ્ઞાનવાળા....... દિયાનાં તાળાં ઉઘડ્યા રે જી.....
વિ.સં. ૧૯૩૩ની સાલમાં પરમપ્રભાવક પૂજ્યપાદ શ્રી દેવજી સ્વામીના શિષ્ય પૂજયશ્રી નથુજી સ્વામી તથા વિદ્યાભૂષણ મા.શ્રી નાના કાનજી સ્વામી આદિ ઠાણાઓ ભૂમિતળને પાવન કરતાં કરતાં કચ્છમાં પધાર્યા અને વિ.સં. ૧૯૩૪માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org