________________
૨૦)
શ્રી મંગળજી સ્વામી ભાવભીના સ્વાગત સાથે નવદીક્ષિત તમે જ સ્વયંદીક્ષિત એવા મુનિરાજની શહેરમાં પધરામણી કરાવી.
નવદીક્ષિત મુનિરાજ ઉપાશ્રયમાં પધાર્યા અને તરત જ વ્યાખ્યાન આપ્યું. તેમના અભુત ત્યાગ અને સચોટ બોધથી એવી ઉમદા અસર થઈ કે પ્રથમ દેશનામાં તે જ વખતે હંસરાજભાઈ દોશી વગેરે ચાર દંપતીઓએ આજીવન ચતુર્થવ્રત અંગીકાર કર્યું જેથી સંઘમાં અપૂર્વ આનંદ વ્યાપી ગયો.
સાચા ત્યાગી અને ઉત્કૃષ્ટ વૈરાગી આત્માના ઉપદેશની કેવી જાદુઈ અસર થાય છે તે ઉપરનાં પ્રસંગ ઉપરથી જાણી શકાય છે, તેથી જ અનુભવીઓએ કહ્યું cô } “Coming events cast their shadows before.” (2120 કહેવત.) અર્થાત મહાપુરુષોનાં લક્ષણો પહેલેથી જ દેખાઈ આવે છે.
આ શુભ સમાચાર તે જ દિવસે જેતપુરના શ્રી સંઘે રાપર લખી જણાવ્યા તે શુભ સમયે ગીતાર્થ ગુરુદેવ શ્રી શિવજી સ્વામીનું ચાતુર્માસ રાપરમાં જ હતું. રાપર પત્ર આવ્યો. શ્રી સંઘના અગ્રણી શ્રીયુત થાવરભાઈ તથા પ્રેમચંદભાઈ પત્ર લઈ ઉપાશ્રયે ઉપાધ્યાય શ્રી શિવજી સ્વામી પાસે આવ્યા, વંદન કરીને બેઠા. શ્રી સંઘને બોલાવ્યો, મલ્લિભાઈને પણ ત્યાં બોલાવ્યાં. ગુરુમહારાજ સમક્ષ શ્રી સંઘમાં કાગળ વાંચી સંભળાવ્યો. પત્ર સાંભળીને તે જ વખતે મલિબાઈએ ગીતાર્થ ગુરુદેવ પ્રત્યે હાથ જોડી નમ્રભાવે વંદન કરી કહ્યું, “ગુરુદેવ ! હવે નિરુપાય છું. આપ શ્રી સુખેથી તેમને ભાગવતી દીક્ષા આપો. મારી આજ્ઞા છે.”
ઉપાધ્યાય શ્રી શિવજી સ્વામી આદિ ઠાણા-૨ ચાતુર્માસ પૂર્ણ કરી રાપરથી વિહાર કરી રણ ઊતરી સૌરાષ્ટ્રમાં પધાર્યા અને જેતપુર મુકામે નવદીક્ષિત મુનિરાજ શ્રી મંગલજી સ્વામીને વિધિપૂર્વક મોટી દીક્ષા આપી અર્થાત્ છેદોસથાપનીય ચારિત્રનું આરોપણ કર્યું અને પોતાના સુશિષ્ય શાન્તમૂર્તિ નાનચંદ્રજી સ્વામીને શિષ્યપણે યોગાનુયોગ આ ત્રિપુટી એક જ ગામની હોવાથી ત્યારે ભારે આનંદ મંગળ વર્તાતું :
સંવત ૧૯૩૫ની સાલનું ચાર્તુમાસ ત્રિપુટી મુનિરાજોએ ધોરાજીમાં કર્યું. ઉપાધ્યાય શ્રી શિવજી સ્વામીને પોતાના આયુષ્ય સંબંધી ત્રણ દિવસ પહેલાં સ્વયં અગમચેતી થવાથી ત્રણ દિવસનું અનશન આદરી કાર્તિક સુદિ ૧૧ના દિવસે આરાધનાપૂર્વક સમાધિભાવે કાળધર્મ પામ્યા. પોતાના આયુષ્યનો ખ્યાલ આગળથી જ આવી જાય તે પણ મહાપુરુષોના જીવનમાં જ બને. બાકી સામાન્ય આત્માને આવો ખ્યાલ ક્યાંથી આવી શકે ?
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org