________________
૧૯૮
શ્રી મંગળજી સ્વામી
તેમની તબિયત સુધારવાને માટે વઢવાણ સંઘે અવિરત શ્રમ લઈ વૈદ્યો, ડૉક્ટરોની પૂરતી સારવારમાં તન-મન અને ધનથી સેવા બજાવી. તે સેવામાં આઠ કોટિ દરિયાપુરી સંઘના અગ્રેસર શા ઝુંઝાભાઈ વેલશી વાળાની સેવા ખૂબ પ્રશંસનીય હતી. લીંબડી સંઘનું ડેપ્યુટેશન પૂજ્યશ્રીની તબિયત જોવા આવેલ. તેમાં સંપ્રદાયના કાર્યવાહકો શેઠ સુખલાલ ચત્રભુજ, શેઠ નાગરદાસ ચુનીલાલની આગેવાનીથી દરેક કુટુંબના આગેવાનોની વોર્ડવાઈસ ચૂંટણી થઈ બનેલ ડેપ્યુટેશન તબિયતના ખબર પૂછવા આવ્યા હતા. તેમની કુશળતા ચાહવામાં દરેક સંઘની તીવ્ર ભાવના હતી. છતાં સિકંદરના ફરમાનમાં જેમ કહેવામાં આવ્યું છે તેમ
| દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે?
દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનારું કોણ છે? સંવત ૧૯૮૫, કારતક સુદિ-બીજ, બુધવારે તા. ૧૪-૧૧-૨૮ રાત્રિના સવા દશ વાગ્યે સમાધિભાવે કાળધર્મ પામ્યા.
પૂજય શ્રી લવજી સ્વામીએ અનેક રાજા - મહારાજાઓને પ્રતિબોધ પમાડી જીવદયા વગેરેનાં મહાન કાર્યો કરાવ્યાં હતાં. તેમના સુશિષ્ય જેઠમલજી સ્વામી ખૂબ જ જીવદયાપ્રેમી હતા. તેમણે સૌરાષ્ટ્ર જીવદયા મંડળી વગેરે સ્થાપના કરી સૌરાષ્ટ્રભરમાં જીવદયાનાં અનેક કાર્યો કરાવ્યાં હતાં. આજે પણ જીવદયાપ્રેમીઓ તેમને યાદ કરે છે.
' સ્વયં દીક્ષિત સ્થવીર શ્રી મંગળજી સ્વામી |
સ્વયં દીક્ષિત સ્થવર શ્રી મંગળજી સ્વામીનો જન્મ વિક્રમ સંવત ૧૯૧૦ના મહાસુદિ ૧૧ના પવિત્ર દિવસે કચ્છ વાગડ પ્રાંતમાં આવેલ રાપર મુકામે વીશા શ્રીમાળીવણિક જ્ઞાતિમાં પ્રસિદ્ધ એવા “પૂજય” કુટુંબમાં થયેલ. તેમના પિતાજીનું નામ સુરજીભાઈ અને માતાજીનું નામ મલિબાઈ હતું. ચરિત્રનાયકશ્રીનું સંસારી નામ મંગલકુમાર હતું. તેઓશ્રી ચાર ભાઈઓ હતા, તેમાં તેમનો નંબર બીજો હતો.
ઉપાધ્યાય શ્રી શિવજી સ્વામીના સર્બોધથી મંગલકુમારે વીસ વર્ષની વયે વૈરાગ્યભાવ પામી જ્ઞાનાભ્યાસ શરૂ કર્યો. ઉપાધ્યાય શ્રી શિવજી સ્વામી પણ રાપરના જ હતા. રાપર એવી પુણ્યભૂમિ છે કે એમાંથી ઘણા સંતો અને સતીઓ લીંબડી સંપ્રદાયમાં થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org