________________
૧૯૬
શ્રી લવજી સ્વામી જામનગર, વઢવાણ, જેતપુર, ધોરાજી અને વાંકાનેર વગેરે થઈ લગભગ ૨૦૦ ગામમાં પૂ. શ્રીના ઉપદેશથી મહાવીર જયંતી પળાતી હતી.
સંવત ૧૯૭૬ની સાલનું ચાતુર્માસ વઢવાણ થતાં ત્યાંના ઠાકોરસાહેબ જોરાવરસિંહજી અવારનવાર લાભ લેવા ઉપરાંત પૂજયશ્રીના દર્શનાર્થે આવનાર મહેમાનોની સ્ટેટ તરફથી યોગ્ય સરભરા કરવા પોતે હુકમ કર્યો હતો અને તેમને દરબારી ગેસ્ટ હાઉસમાં ઉતારો આપવામાં આવતો હતો. તે સિવાય વઢવાણ સ્ટેટમાં એકે તહેવાર પાળવામાં આવતો ન હતો તે આ ચાતુર્માસમાં અઠ્ઠાઈધર અને સંવત્સરીના દિવસે કોર્ટો તથા હાઈસ્કૂલો વગેરે દર વર્ષે પાળવા ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો.
આચાર્યપદ પ્રદાન મહોત્સવ સંવત ૧૯૭૮ મહાસુદિ પૂનમને શનિવારના દિવસે લીંબડીમાં ચતુર્વિધ સંઘની હાજરીમાં લવજી સ્વામીને આચાર્યપદવી આપવામાં આવી હતી. જેની નોંધ વર્તમાન પત્રો પૈકી કાઠિયાવાડ ટાઈમ્સ, સ્થાનકવાસી જૈન વગેરે પત્રોએ લીધી હતી, જેનો ટૂંક સાર નીચે પ્રમાણે છે.
લીંબડી સંપ્રદાયના પૂ. શ્રી લવજી સ્વામીને લીંબડી સંપ્રદાયના આચાર્ય બનાવવામાં આવ્યા છે. તેમના શિષ્ય મુનિ શ્રી જેઠમલજી સ્વામીએ તેમનું જીવન ચરિત્ર બહાર પાડ્યું છે. દેશી રાજાઓ અને મોટા મોટા અમલદારો મહારાજશ્રી પ્રત્યે સારો અનુરાગ ધરાવે છે.
આચાર્યપદ સમારોહ પ્રસંગે લીંબડીના ઠાકોર સાહેબ સર દોલતસિંહજીએ પણ ભાગ લઈ તે કાર્યક્રમને ખૂબ શોભાવી દીધો હતો.
આ પ્રસંગે પોલિટિકલ ઑફિસરો, રાજા-મહારાજાઓ અને અન્ય અમલદારો તરફથી જૈનચાર્યશ્રીને માટે અભિનંદનના ઘણા તાર અને પત્રો આવ્યા હતા.
'દયા ધરમકો મૂલ હૈ I - સંવત ૧૯૮૧ની સાલમાં જેતપુર (કાઠી) ચાતુર્માસ હતું. આ ચાતુર્માસમાં ઘણા જીવદયા વગેરેનાં કાર્યો થયાં. ત્યાંના ખાટકી વાડાને મંજૂરી મળી ગઈ હતી પણ પૂજયશ્રીના ઉપદેશથી બંધ થઈ ગઈ હતી. તે ઉપરાંત જેતપુર નજીકના જૂનાગઢ તાબાના નવાગઢ મહાલ છે ત્યાં મુસલમાન લોકોએ ગોવધ કરવાની હિલચાલ ઉપાડી તે ખબર પૂજ્યશ્રીને પડતાં તેને અટકાવી દેવા અનેક ઉપાયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org