________________
આ છે અણગાર અમારા
૧૯૯
જ્ઞાનાભ્યાસમાં શ્રાવકપ્રતિક્રમણ, સાધુપ્રતિક્રમણ, નવ તત્વ, પદ્રવ્યો, ચોવીસ દંડક, કર્મપ્રકૃતિ, ગુણસ્થાનક વગેરે જૈન સિદ્ધાન્ત પ્રકરણોમાંના ૪૦ થોકડા, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે કંઠસ્થ કર્યા પછી ગુરુદેવ પાસે ગુરુગમથી જિનાગમોની વાટના અને ઐતિહાસિક રાસોનું મનનપૂર્વક વાંચન કરી દીક્ષાર્થી અવસ્થામાં જ વ્યાખ્યાનકાર તરીકેની શક્તિ પ્રાપ્ત કરી હતી.
વૈરાગ્યભાવથી ધાર્મિક અભ્યાસ કરવામાં ચાર વર્ષ વ્યતીત થઈ ગયાં છતાં પણ તેમનાં માતુશ્રીએ પુત્ર મોહના કારણે દીક્ષા લેવાની અનુમતિ આપી નહિ. દઢવૈરાગી આત્માઓને ગમે તેટલી મુશ્કેલી પડે છતાં પોતાના નિર્ણયમાંથી પાછા હટતા નથી તે પ્રમાણે નવ યુવાન મંગળજીભાઈ સ્વયં દીક્ષિત થવાના દૃઢ વિચાર પર આવ્યા. તે વખતે તેમની ઉંમર ૨૪ વર્ષની હતી. કચ્છમાંથી સીધા રાજકોટ આવ્યા. ત્યાં રજોહરણાદિક સંયમી જીવનમાં ઉપયોગી એવાં ઉપકરણો મેળવી ત્યાંથી સીધા જેતપુર (કાઠીનું) (જિલ્લા રાજકોટ) પહોંચ્યા કારણ કે તે શહેર પૂર્વ પરિચિત હતું. જેતપુર શહેરની બહાર ફૂલવાડી છે ત્યાં પધાર્યા.
સંવત ૧૯૩૪ના આસો સુદિ પંચમીના મંગલ પ્રભાતે જેતપુર શહેરની બહાર તે જ ફુલવાડીમાં ગૃહસ્થાશ્રમનો પોશાક ઉતારી મુનિવેશ ધારણ કર્યો. ત્યાર બાદ પૂર્વ દિશા સન્મુખ ઊભા રહી બે હાથ જોડી વિહરમાન જિનરાજ શ્રી સીમંધર સ્વામીને ત્રિકરણ શુદ્ધિએ વંદના નમસ્કાર કરી પ્રભુ આજ્ઞા માગી, પંચમુઠી કેશલુંચન કરી કરેમિભંતેનો પાઠ ઉચ્ચાર્યો અર્થાત્ સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું અને તે જ સ્થળે ધ્યાનમાં જોડાયા.
જ
ધર્મને વાયદા ઉપર રાખનારને આમાંથી મોટો બોધ મળી શકે છે, પૂ. મહારાજ શ્રી સમજતા હતા કે ધર્મના કામમાં ઢીલ ન હોય શુમસ્ય શીઘ્રમ | સારું કામ જલદી કરવું જ્યારે હીણા કામમાં ઢીલ કરવી. મહાન વૈરાગી શ્રી મંગળજી સ્વામી સમજતા હતા કે ધર્મના કાર્યમાં ‘Delay is dangerous.' તેઓશ્રીનો નિર્ણય ખૂબ જ સ્તુત્ય છે અને તેમના તરફ આપણું મસ્તક અહોભાવથી નમી પડે
છે.
તે સમયે જેતપુર નિવાસી વીશા શ્રીમાળી દોશી હંસરાજ જેરામભાઈ કોઈ કાર્ય પ્રસંગે અનાયાસે ત્યાં આવેલા મંગળજી સ્વામીને દીક્ષિત થયેલા જોઈ આશ્ચર્ય સાથે સહર્ષ પ્રમોદભાવે વંદન કર્યું અને શહે૨માં જઈ સંઘને મંગલ વધાઈ આપી. તે જ વખતે ત્યાં ચાતુર્માસ બિરાજતા મહાસતી નાનબાઈ આર્યજી આદિ ઠાણા૩ તથા સકળ સંઘ નવદીક્ષિત મુનિરાજને વંદન કરવા માટે ફૂલવાડીમાં આવ્યાં. સહર્ષ વિધિપૂર્વક વંદન કરી શ્રી સંઘે શહે૨માં પધારવાની વિનંતી કરી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org