________________
આ છે અણગાર અમારા
૧૯૫
દરબારશ્રીના આવા પ્રશંસાપાત્ર કર્તવ્યથી પ્રજામાં ઉમંગ અને ઉત્સાહ ઊભરાયા હતા. પ્રજા તરફથી દરબારશ્રીને માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
બીલખા (જેતપુર તાબે) પધારતાં ત્યાંના દરબાર સાહેબ વાળા કાંથડ નાજા તથા દરબાર શ્રી ભીમાવાળા, સાયલાના પ્રિન્સ વજુભાઈ કાંથડવાળા સ્ટેટના દિવાન સાહેબ વગેરે પૂ. શ્રીના વ્યાખ્યાનનો લાભ લેવા ઉપરાંત કુમારશ્રી વજુભાઈ કાંથડવાળા સ્ટેટમાં જીવહિંસા નહિ કરવા તથા અગિયારસ અને અમાસ પાળવા માટેનો લેખિત પરિપત્ર બહાર પાડવાથી બિલખાની તથા અન્ય પ્રજા તેમના પ્રશંસનીય કાર્યથી ખૂબ જ હર્ષિત થઈ હતી. આવી રીતે કેટલાય રાજામહારાજાઓને ધર્મમાર્ગે વાળી જીવદયાના કાર્યો કરાવ્યાં હતાં.
વિ. સંવત ૧૯૭૦માં જામ કંડોરણા ચાતુર્માસ પધારતાં જામનગરથી આવેલ ઈમ્પીરીયલ લેન્સર્સના ઘોડેસવારની ટુકડીનો મુકામ બહારવટિયાને પકડવા નિમિત્તે થયો હતો. સોઢા માલુભા તથા તેમના તાબેના બીજા સવારો હંમેશાં જૈન સ્થાનકમાં હાજર થઈ પૂ. શ્રીના પવિત્ર વચનામૃતો સાંભળવાનો લાભ લઈ છેવટે ચાતુર્માસમાં દારૂ, માંસ તથા પરદારાનો જિંદગી પર્યંત ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યાંનું ચોમાસું પૂર્ણ કરી સતોદળના દરબારશ્રીએ પોતાના ગામ બહારના બગીચામાં પોતાના બંગલામાં પૂ. શ્રીને બે દિવસ રોકી જાહેર વ્યાખ્યાનો અપાવ્યાં હતાં તથા કેટલાક દરબારોએ જિંદગી પર્યંત જીવહિંસા તથા દારૂ, માંસ વગેરે વ્યસનોનું સેવન નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
સંવત ૧૯૭૩નું ચાતુર્માસ ચૂડામાં કર્યું, ત્યાંના ઠાકોર સાહેબ જોરાવરસિંહજી તથા દિવાન સાહેબ તેમ જ બગસરાના દરબાર શ્રી વીરાવાળા સાહેબ અવાર નવાર પધારતા હતા. તે વખતે પૂ. શ્રીના શિષ્ય જેઠમલજી સ્વામીનો અંગ્રેજી અભ્યાસ ચાલતો હતો. સ્થાનિક જૈનો માસ્તરને રોકવા અશક્ત નીવડતા ઠાકોર સાહેબને ખબર પડતાં તરત જ પોતાના ખર્ચે કારતક સુદિ પૂનમ સુધી અંગ્રેજી સ્કૂલના માસ્તર શા મગનલાલ મુગટરામ વચ્છરાજાને રોકી અભ્યાસમાં આર્થિક મદદ કરી પોતાનો વિશુદ્ધ પ્રેમ બતાવ્યો હતો. ચાતુર્માસના અંતે વસ્ત્રાદિ વહોરાવી પોતાના ભક્તિભાવને પ્રગટ કર્યો હતો.
એક વખત વઢવાણના રામપરા ગામે પધારવાનું થતાં વઢવાણના એડમિનિસ્ટ્રેટેડ ખાન બહાદૂર શૈયદ, સંશુદ્દીન પાદરી સાહેબ ખાસ પૂજ્યશ્રીના દર્શનાર્થે આવ્યા હતા. મુસલમાન બિરાદરોએ કસાઈની દુકાન ચલાવવા હિલચાલ શરૂ કરી હતી પરંતુ એડમિનિસ્ટ્રેટેડ સાહેબે આ પગલું નહીં ભરવા પૂ. શ્રીને પ્રથમ આપેલ વચન પ્રમાણે તેનું પાલન કરી, તે કૃત્યને ધિક્કારી કાઢ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org