________________
આ છે અણગાર અમારા
૧૩૭ જિનશાસનના અભ્યદયને માટે દરેકના મનમાં જાગૃતિ આવી હતી. વીરશાસનને જયવંતુ બનાવવા માટે સંયુક્ત બળનો જમાવ અને ધર્માભિમાન ઉત્પન્ન થયું હતું. આ બધું સંપ્રદાયના નેતા અને આ ચરિત્રના નાયક સુવ્યવસ્થિત નૌકાના ચાલક કપ્તાનની બાહોશી ભરેલી બુદ્ધિને આભારી હતું.
જોકે, એક ગુરુના બધા શિષ્ય કરવાની તેરાપંથીઓની પદ્ધતિ મુજબ લીંબડી સંપ્રદાયની પદ્ધતિ ન હતી કિન્તુ જુદા જુદા ગુરુના શિષ્ય થવાની રીતિ ચાલુ હતી. તો પણ પૂજયશ્રીની એવી નિષ્પક્ષપાતવાળી લાગણી હતી કે જેથી કોઈના પણ મનમાં એવો ભેદ જણાતો ન હતો કે આ મારા અને આ મારા નહિ. સર્વના મનમાં એવો જ ભાવ હતો કે અમે બધા વીરશાસનને જયવંતુ બનાવનારા સગા ભાઈઓ જ છીએ. એક જ ગુરુના શિષ્યો છીએ. આવી રીતે ગુરુ અને શિષ્યોના મનમાં બંધુભાવ અને પ્રેમભાવ ઉત્પન્ન થયો હતો તે પૂજય આચાર્ય શ્રી અજરામરજી સ્વામીની ઉદાર અને પ્રેમપૂર્ણ લાગણીનો જ પ્રભાવ હતો.
સર્વ સાધુમંડળની પ્યારભરેલી લાગણી અને સ્નેહભરેલી દષ્ટિ વચ્ચે સામાજિક સુધારણા અને સાંપ્રદાયિક વ્યવસ્થારૂપી નૌકાને વિનરૂપી ખડકોમાંથી સહીસલામત પસાર કરી અભિપ્રેત બિંદુ ઉપર પહોંચાડવા આપબળ ઉપર ઝઝૂમી સ્વામીજી જયારે ફતેહમંદ થયા ત્યારે તેમનો પ્રભાવરૂપી સૂર્ય સજ્જન પુરુષોના હૃદયકમળને ખિલાવતો, વીરવાક્યરૂપ અમૂલ્ય રત્નોની ખરી પિછાન કરાવતો, કર્કશ કુતર્કવાદી જનોની આંખો અંજાવતો, પાંખડીઓના મદને ગાળતો, નિષ્પક્ષપાત દષ્ટિથી નિર્મિત સિદ્ધાન્તરૂપ છોડવાને ઉછેરતો, ચારે તરફ પ્રકાશવા લાગ્યો. ખ્યાતિ અને કીર્તિરૂપ શિરતો દેશ-દેશાવરમાં સર્વત્ર સર્વ લોકોની દષ્ટિને સ્વામીજી તરફ ખેંચવા લાગ્યા.
પૂજયશ્રીનો સમય અભ્યાસ મુનિ મંડળને અભ્યાસ કરાવવામાં, શ્રોતાવર્ગની ઉન્નતિ માટે અસરકારક બોધ આપવામાં, પૂછવા આવનાર માણસોની શંકાના ખુલાસા કરવામાં, પ્રતિદિન નિયમિત સમયે ધ્યાન ધરવામાં અને બાકી રહેલા દિન કૃત્યો કરવામાં પસાર થતો હતો. પૂજયશ્રી સમયની ઘણી જ કિંમત સમજતા હતા જેથી અભ્યાસ મુનિ મંડળને ખાસ ભલામણ એ કરતા કે, “મુનિઓ ! જરાય સમયને વ્યર્થ ગુમાવતા નહિ, કેમ કે - न लभ्यः क्षणएकोपि, स्वर्णकोटिशतैरपि । स चेन्निरर्थको नीतः, कानुहानिस्ततोधिका ॥
ભાવાર્થ સેંકડો કરોડ સોનામહોરો દેવા છતાં એક ક્ષણ મેળવી શકતા નથી, આવી કિંમતી ક્ષણ જો નિરર્થક ગુમાવી દીધી તો એનાથી મોટી બીજી કઈ હાનિ હોઈ શકે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org