________________
૧૯૦
શ્રી લવજી સ્વામી
પૂજય સાહેબ શ્રી લવજી સ્વામી
લીંબડી પાસેના ભાલ પ્રદેશમાં વેજલકા ગામમાં ભાવસાર જ્ઞાતિમાં નરસિંહદાસ નામે એક વેપારી રહેતા હતા. તેમનાં પત્નીનું નામ કેશરબહેન હતું. તેઓ આર્ય સન્નારીના સગુણોથી શોભતા હતા. તેમની પવિત્ર કુક્ષિએ વિક્રમ સંવત ૧૯૧૨ના શ્રાવણ સુદિ-૧૧ બુધવારે રાત્રે ૧-00 વાગ્યે એક પુણ્યશાળી પુત્રનો જન્મ થયો. પ્રાચીન રૂઢિ અનુસાર બારમે દિવસે જન્મ નક્ષત્રના આધારે લવજી એવું નામ આપ્યું.
સંત દેખ દોડ આઈ, જગત દેખ રોઈ; પ્રેમ આંસુ ડાર ડાર, લોકલાજ ખોઈ.... અબ તો મેરા...
- મીરાંબાઈ મીરાંબાઈના વચન પ્રમાણે પૂર્વભવના સંસ્કારોને કારણે બચપણમાં જ કોઈ સંતપુરુષોને દેખતાં તરત જ તેમના તરફ લવજી કુમાર સપ્રેમ દોડી જતો અને તેમનો ઉપદેશ સાંભળતો.
સંત આવતા દેખીને, છોડે ઘરકા કામ ડગલે ડગલે નીપજે, કોટિ જગન ફલ તામ |
સંત આવતા દેખીને, ઝટક નમાવે શીષ !
એક પાપકી કહાં કહું, હરે કોટિ પાપ ઈશ ! આમ સંતો તરફના પ્રેમને કારણે ભવ્ય આત્માઓ ખૂબ સારો લાભ લઈ શકે છે. સંત સમાગમના લાભો અગણિત છે, તેનું વર્ણન દરેક ધર્મગ્રન્થોમાં આવે છે.
લીંબડી સંપ્રદાયના મહાત્મા શ્રી જીવરાજજી સ્વામી તથા તેમના સુશિષ્ય કવિરાજ શ્રી ગોવરધનજી સ્વામી આદિ મુનિરાજો વિચરતાં વિચરતાં ભાલપ્રદેશમાંના પલાવી ગામમાં પધાર્યા. ત્યાંના ભાવિકો તેમના ઉપદેશનો લાભ સારી રીતે લેવા લાગ્યા. લવજીકુમાર વેજલકાથી પલાડી આવ્યા અને ગુરુ મહારાજના સમાગમમાં રહેવા લાગ્યા.
જેવી રીતે ખેતરની ખેડાયેલી કાળી જમીનમાં પડેલાં બીજ બીજા વરસાદનો સંયોગ થતાં ઊગે, ફૂલે અને ફળે તે પ્રમાણે લવજીકુમારના જીવનમાં પણ બન્યું. સંસાર ઉપરનો મોહભાવ દૂર થતાં વૈરાગ્યનો ઉદ્દભવ થયો. પોતાના નિકટના સંબંધીઓની મહાપરિશ્રમ વડે અનુજ્ઞા મેળવી ગુરુ દેવ સમીપે રહી ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org