________________
૧૮૮
શ્રી લાધાજી સ્વામી તથા મેઘરાજજી સ્વામી પૂજયશ્રીનાં ચર્મચક્ષુ ન હોવા છતાં ગમે તેવા કઠિન પ્રશ્નોના ખુલાસા જ્ઞાનચક્ષુ વડે ત્વરાથી આપતા તેથી પૂજ્ય શ્રી તરફ અન્યદર્શનીઓ પણ ખૂબ માનથી જોતા.
સંવત ૧૯૬૧માં પૂજ્ય આચાર્ય શ્રી દીપચન્દ્રજી સ્વામીને વ્યાધિ પેદા થતાં ચૈત્રવદ-૧૪ના ૭૨ વર્ષનું આયુષ્ય ભોગવી કાળધર્મ પામ્યા. આ મહાત્મા પૂજયશ્રીના વડીલ ગુરુભાઈ હોવાથી તેમને ખૂબ જ આઘાત લાગ્યો પણ કાળ પાસે કોઈનું ચાલતું નથી.
લીંબડી ગાદીનું સ્થળ ખાલી ન રહે તે માટે લીંબડીમાં આગેવાનો પૂજયશ્રીને વિનંતી કરવા વઢવાણ આવ્યા. પૂજ્ય શ્રી અષાઢ સુદિ-૩ના લીંબડી પધાર્યા. વિ.સં. ૧૯૬૩ની સાલે બધા સાધુઓ લીંબડીમાં ભેગા થયા. સાધુજીઓએ તથા સંઘે પૂજયશ્રીને ગાદીની પાટે બિરાજવાની વિનંતી કરી. ફાગણ સુદ-૭ના ચતુર્વિધ સંઘની હાજરીમાં પૂજ્યશ્રીને વિધિસર ગાદીપતિની પદવી આપવામાં આવી.
પૂજ્ય શ્રી લાધાજી સ્વામી આચાર્યપદને માટે સંપૂર્ણ લાયક હતા, ગીતાર્થ હતા, બહુસૂત્રી હતા પરંતુ આંખે જખમ હોવાથી શાસ્ત્રના નિયમ પ્રમાણે આચાર્ય પદવી આપી શકાય નહિ. આચાર્યની આઠ-સંપદા શાસ્ત્રોમાં બતાવી છે, તેમાં શરીર સંપદાનો સમાવેશ પણ છે, શરીરે કોઈ પણ જાતની ખોડ ખાંપણવાળાને આચાર્યપદ આપી શકાય નહિ. વ્યવહારમાં પણ એવું બને છે કે બત્રીસ લક્ષણયુક્ત હોય તેનો જ રાજ્યાભિષેક થાય છે. ખોડ-ખાંપણવાળા રાજા બની શકતા નથી.
પંડિત મ. શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામી તથા બીજા શિષ્યો પૂ. શ્રી પાસે રહ્યા. શિયાળો, ઉનાળો શાંતિથી પસાર થયો. સંવત ૧૯૬૪નું ચોમાસું પૂ. શ્રી આદિ ૬ ઠાણા રહ્યા. તેમને શ્રાવણ સુદિ-પથી મરડો થયો. મરડાના વ્યાધિથી અશક્ત થઈ જવા છતાં તેમનું મન સ્વસ્થ હતું. મંદવાડ વધતો ગયો. અશક્તિ ખૂબ થઈ ગઈ. ખોરાક લેવાતો બંધ થયો. સાવચેતીથી સાગારી સંથારો પચ્ચક્ખી લીધો.
અંતે દોઢ વર્ષ સુધી ગચ્છને સંતોષ ઊપજે એવી રીતે કાર્ય કરી સં. ૧૯૬૪ના શ્રાવણ વદિ-૧૦ના સાંજે સર્વ જીવોને ખમાવી સમાધિપૂર્વક, મહાવીર સ્વામીનું નામ સ્મરણ કરતાં કરતાં કાળધર્મ પામ્યા. પૂજયશ્રીના સ્વર્ગવાસના સમાચાર જાહેર થતાં લીંબડીથી તથા આજુબાજુનાં ગામોમાં પાણી પાળવામાં આવી. નામદાર ઠાકોર સાહેબ તરફથી નિશાળો તથા કોર્ટે બંધ રાખવામાં આવી.
પૂજય શ્રી લાધાજી સ્વામી પુસ્તકાલય” તેમના સ્મારક તરીકે લીંબડીમાં ચાલે છે. સદાનંદી મ. શ્રી છોટાલાલજી સ્વામીએ એની સ્થાપના કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org