________________
આ છે અણગાર અમારા
૧૯૧
'હે રાજ મને લાગ્યો છે સંયમનો રંગ લવજીકુમારને સાથે લઈ પૂ. ગુરુ ભગવંતો વિચરતાં વિચરતા સાયેલા પધાર્યા. ત્યાં લોકપ્રિય ઠાકોર સાહેબ કેશરીસિંહજી રાજ કરતા હતા. તેમના ન્યાય નીતિ ખૂબ વખણાતા. તે રાજા સાહેબને લવજીકુમારના બાળપણમાં સંસારત્યાગ કરવાના ખબર મળતાં તેને બોલાવી નાની વયમાં સંયમ લેવાનું કારણ પૂછયું. તેના પ્રત્યુત્તરમાં તે બાળકે જવાબ આપ્યો કે, “આ સંસાર અસાર છે, તેમાં એક ધર્મ જ શરણભૂત છે. મારા આત્માના કલ્યાણ માટે મારે સંયમ લેવો છે.” ઈત્યાદિક પોતાની સમજણ પ્રમાણે સારા જવાબો આપ્યા જેથી મહારાજને ખૂબ આનંદ થયો અને એમણે પ્રેમથી સંયમ લેવાની સંમતિ આપી.
श्रेयांसि बहुविघ्नानि भवन्ति महतामपि ।
अश्रेयसि प्रवृत्तानां क्वापि यान्ति विनायकाः । ભાવાર્થ: મહાન પુરુષોને પણ શ્રેયના કાર્યમાં ઘણા વિપ્ન આવે છે જ્યારે અશ્રેયના કાર્યમાં પ્રવૃત્ત થયેલાઓને ગમે ત્યાંથી મદદ મળી જાય છે. સારા કામમાં વિપ્ન ઘણા” એ કહેવત અનુસાર ફરીને દીક્ષા પહેલા વિપ્ન નડ્યો.
પૂજય શ્રી જીવરાજજી સ્વામી આદિ સંતો વઢવાણ તાલુકાના રામપરા ગામમાં પધાર્યા. ત્યાંના શ્રાવકોએ લવજીકુમારનો દીક્ષા મહોત્સવ કરવા ગુરુમહારાજને વિનંતી કરી અને ગુરુમહારાજે તે વિનંતી સ્વીકારી. આ વાતની ખબર વઢવાણ સંસ્થાન પોલીસ સુપરિટેન્ડન્ટ (ફોજદાર) કે જેઓ નાગર ગૃહસ્થ હતા તેમને પડી તેથી તેમણે પણ દીક્ષા બંધ રાખવાનો હુકમ કર્યો. લવકુમારને દરબારગઢમાં બોલાવી પુષ્કળ કસોટી કરી પણ કુમારે એવા સચોટ જવાબ આપ્યા કે પોલીસવડા મૌન થઈ ગયા અને અત્યાનંદ સાથે દીક્ષાની અનુમતિ આપી તથા દીક્ષા મહોત્સવના દરેક કાર્યમાં ઉલટભેર જોડાઈ પહેલી શોભાયાત્રા દરબારગઢમાં પોતાના તરફથી ચડાવી લાભ લીધો.
સંવત ૧૯૨૪ જેઠ વદ-૨ રામપરા ગામની બહાર ભાલાગડિયા હનુમાનની જગ્યામાં દીક્ષાનો કાર્યક્રમ ગોઠવાયો. પૂ. શ્રી જીવરાજજી સ્વામીએ દીક્ષા આપી નવદીક્ષિત શ્રી લવજી સ્વામી એવું નામ આપી કવિવર્ય શ્રી ગોવરધનજી સ્વામીના શિષ્ય તરીકે જાહેર કર્યા.
“Knowledge is life, ignorance is death” દીક્ષિત થયા પછી લવજી સ્વામી જ્ઞાન પ્રાપ્ત કરવામાં મસ્ત રહેવા લાગ્યા. તેઓ સમજતા હતા કે જ્ઞાન એ જીવન છે, અજ્ઞાન એ મૃત્યુ છે. ટૂંક સમયમાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org