________________
આ છે અણગાર અમારા
૧૮૯
'પૂ. આચાર્ય શ્રી દેવચંદ્રજી સ્વામી
પૂ.શ્રીનો જન્મ વિ.સં. ૧૯૦૨, રામાણીયા-કચ્છ (તાલુકો મુન્દ્રા)માં થયો હતો. એમના પિતાશ્રીનું નામ રાણા મેપા સાવલા હતું તથા માતાનું નામ નામઈબાઈ હતું. જ્ઞાતિએ વિશા ઓસવાળ હતા.
પૂ. આચાર્ય શ્રી કાનજી સ્વામીના સત્સંગથી તેમને દીક્ષાના ભાવ જાગ્યા. પિતા-પુત્ર સાથે વિ.સં. ૧૯૧૩, ફાગણ સુદિ-૧૩ના માંડવી કચ્છમાં દીક્ષા અંગીકાર કરી હતી. ગુરૂ ભગવંતના સાન્નિધ્યમાં ખૂબ જ જ્ઞાન-ધ્યાનમાં આગળ વધ્યા. એમનું વિચરણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વિશેષરૂપ થતું.
એકાધિક શતાયુષી મહાસતીજી શ્રી વેલબાઈ આર્યાજીને ગુંદાલા મુકામે વિ.સં. ૧૯૬૭ની સાલે પૂ. દેવચન્દ્રજી સ્વામીએ દીક્ષા આપેલી તથા કહેલું કે “વેલબાઈનો વેલો વધતો રહેશે.” આ વચનો અક્ષરશ: સાચા પડેલા. તેઓશ્રી આવા વચનસિદ્ધ મહાપુરૂષ હતા.
વિ.સં. ૧૯૬૮, વૈશાખ વદિ-૯ના દિવસે લીંબડી મુકામે પૂ.શ્રી મેઘરાજજી સ્વામીને ગાદીપતિ પદ તથા પૂ. શ્રી દેવચંદ્રજી સ્વામીને આચાર્ય પદ આપવામાં આવ્યું હતું. પૂ.શ્રીના શાસનકાળ દરમિયાન લીંબડીમાં બે વાર સાધુ સંમેલન બોલાવવામાં આવ્યા હતા.
પૂ. શ્રી દેવચંદ્રજી પાઠશાળા' નામની બે સ્કૂલો એક રામાણીયામાં તથા બીજી સાયલામાં ચાલે છે.
કવિવર્ય પૂ. નાનચંદ્રજી સ્વામી આદિ ઘણા શિષ્યો પૂ. સાહેબના થયા હતા. લીંબડીમાં “પૂ. શ્રી દેવચંદ્રજી પુસ્તકાલય” ચાલે છે જે બૃહદ્ ગુજરાતમાં અગ્રસ્થાને છે. પૂ.શ્રી વિ.સં. ૧૯૭૧ની સાલે અજરામર સંપ્રદાયના ગાદીપતિ બન્યા હતા. છેલ્લે તેઓશ્રી લીંબડીમાં સ્થિરવાસ રહ્યા હતા ત્યારે કવિવર્ય પૂ. નાનચંદ્રજી સ્વામીએ તેમની ખૂબજ સેવા કરી હતી.
પૂ.શ્રી દેવચંદ્રજી સ્વામી વિ.સં. ૧૯૭૭, કારતક વદ-૮ના લીંબડી મુકામે સ્વર્ગવાસ પામ્યા હતા. તેઓશ્રીના છ શિષ્યો થયા હતા. પૂ.શ્રી સુંદરજી સ્વામી તથા પૂ.શ્રી રાયચંદજી સ્વામી (બંને ભાઈઓ) પણ તેઓશ્રીના જ શિષ્યો હતા તથા બિદડા (કચ્છ)ના હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org