________________
૧૯૨
શ્રી લવજી સ્વામી આચારાંગ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, નિરિયાવલિકા, અનુત્તરોવવાઈ આદિ સૂત્રો કંઠસ્થ કર્યો. જ્ઞાનપ્રાપ્તિની સાથે ગુરુમહારાજની વૈયાવચ્ચ પણ મન-વચનકાયાથી કરતા જેથી સારી ગુરુકૃપા પ્રાપ્ત કરી હતી. તેમના વ્યાખ્યાનોથી શ્રોતાજનો ખૂબ જ પ્રભાવિત થતા.
લાડવા શ્રીમાળી વણિક જ્ઞાતિના માણેકચંદભાઈને પીગળાવી સદ્ધોધ પમાડ્યો. તેમના ઉપદેશની સફળતાનો આ પ્રથમ દાખલો હતો. આગળ જતાં માણેકચંદભાઈને ઉત્કૃષ્ટ વૈરાગ્ય ઉત્પન્ન થતાં સંવત ૧૯૩૫ના મહા મહિનામાં અમદાવાદમાં પૂ. શ્રી લવજી સ્વામી પાસે દીક્ષા લીધી. તેઓ ચાર વર્ષ સંયમ પાળી સંવત ૧૯૪૦માં કાળધર્મ પામ્યા.
'ગુરુદેવનો વિયોગ અને બીજા શિષ્યની પ્રાપ્તિ પૂ. શ્રી શિરછત્ર અને જ્ઞાનદાતા ગુરુદેવ શ્રી ગોવરધનજી સ્વામી સાયલા પધારતાં જ શરીરમાં વ્યાધિ થયો. તે વ્યાધિએ ગંભીર સ્વરૂપ પકડતાં અંતે સંવત ૧૯૪૬ અષાઢ સુદ-૮ની રાત્રે તેઓશ્રી કાળધર્મ પામ્યા.
સંવત ૧૯૪૭ની સાલમાં ચરિત્રનાયક શ્રી જેતપુર (કાઠી) પધાર્યા. તેમના પવિત્ર દર્શન અને નિર્મળ વાણી સાંભળવાની તીવ્ર અભિલાષા વણિક જ્ઞાતિના હરખચંદ કર્મચંદ બાવીશીને હતી તે પૂર્ણ થઈ. તેમના બોધથી હરખચંદભાઈનો વૈરાગ્ય દઢ થયો. ૪૪ વર્ષની ઉંમરે એક પુત્રીને સાસરે વળાવી. સંવત ૧૯૪૭ મહા વદિ-૯ના દિવસે જેતપુરમાં દીક્ષા અંગીકાર કરી. તેમનું નામ હર્ષચન્દ્રજી સ્વામી રાખવામાં આવ્યું. તેમણે ગુરુસેવામાં રહી દર મહિને સાત ઉપવાસ જિંદગીપર્યત કરવાના દઢ અભિગ્રહ સાથે સંયમ જીવનની શરૂઆત કરી. પૂ. ગુરુદેવની સાથે રહી અનેક સ્થળે વિચરી લીંબડીમાં કાળધર્મ પામ્યા.
સંયમી જીવન થોડું પણ સારું, સંસારી જીવન ઘણું પણ સારું નહિ. બન્ને શિષ્યો ટૂંક સમયમાં કામ કરી ગયા.
પૂ. શ્રી લવજી સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં મુળી તાલુકાના ખાટડી ગામે પધાર્યા. ત્યાંના ક્ષત્રિય જજીભાઈનાં ધર્મપત્ની બોનજીના સુપુત્ર જેઠીજીએ પૂ. શ્રીનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું. સંવત ૧૯૫૮ મહાવદિ-૨ સોમવારે રામપરામાં દીક્ષા અંગીકાર કરી. તેમનું નામ જેઠમલજી સ્વામી રાખવામાં આવ્યું. તે જેઠમલજી સ્વામીએ સૌરાષ્ટ્રમાં રહી જીવદયાના ઘણાં કામો કરાવ્યા હતાં જેનું વર્ણન આગળ કરવામાં આવશે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org