________________
૧૮૬
શ્રી લાધાજી સ્વામી તથા મેઘરાજજી સ્વામી
છું.” ડૉ. પીટર્સન હિન્દુશાસ્ત્રના તીવ્ર જિજ્ઞાસુ હતા તેઓ ઘણી વાર પત્ર દ્વારા શંકાનું સમાધાન કરતા.
ઈન્સ્પેક્ટ સાહેબ શ્રી બુલ્લર સાહેબ નોકરી છોડી જર્મની ગયા ત્યારે ત્યાંથી પણ પૂજ્યશ્રીને પ્રશ્નો પુછાવી શંકાનું નિવારણ થતાં હર્ષ પ્રદર્શિત કરતા. યુરોપીયન સ્કોલરો તેમ જ અન્યધર્મના મહાત્માઓ અને કેવળાયેલો વર્ગ પૂજયશ્રીનો પરિચય કરી જ્ઞાનવૃદ્ધિ કરવાની સોનેરી તક મેળવતા. આ પ્રસંગો વાંચ્યા પછી એટલું તો જરૂર થાય છે પૂજયશ્રીનું જ્ઞાન કેટલું સચોટ અને પ્રભાવશાળી હશે.
સંવત ૧૯૨૯નું ચોમાસું લીંબડી કર્યું. આ ચોમાસા પછી એક વખત લીંબડીમાં તપગચ્છના મુનિ શ્રી ખાંતિવિજયજી દાદા પધાર્યા. તેમની સાથે પૂજ્યશ્રીએ ચર્ચા કરી. તે ચર્ચા ઉપાશ્રયમાં સાંજ સુધી ચાલી હતી. પુજયશ્રીને શાંતપ્રકૃતિને લીધે જરાય એકબીજાને કલેશભાવ ઉત્પન્ન થયો ન હતો. ખૂબ જ સંતોષની સાથે ખાંતિવિજયજી મહારાજ પોતાના સ્થાનકે પધાર્યા અને કહ્યું કે આવા શાંત સ્વભાવી અને નિરભિમાની મુનિ મેં બહુ જ થોડા જોયા છે.
સંવત ૧૯૩૪માં મોરબી પધાર્યા. સમપરાના હર્ષચન્દ્રજીને વૈરાગ્ય ઉત્પન્ન થતાં, કંટબીજનોની અનુજ્ઞા મેળવી ૨૮ વર્ષની ઉંમરે સંવત ૧૯૩૪ મહાસુદપના મોરબીમાં દીક્ષા આપી પોતાના શિષ્ય બનાવ્યા.
સંવત ૧૯૪૧માં સુરત મુકામે મોરબીના રહીશ દેવચન્દ્રજીને ૪૫ વર્ષની ઉંમરે પૂજ્યશ્રીએ દીક્ષા આપી. તેઓશ્રી પૂ.શ્રીના ચોથા શિષ્ય થયા. તેઓ ખૂબ જ ભદ્રિક હતા.
સંવત ૧૯૪૬નું ચોમાસું રાપર – કચ્છમાં કર્યું. ત્યાંના રહીશ મોરબીયા જેચંદ કરમચંદને કોઈ કારણે તેરાપંથીની શ્રદ્ધા બેસી ગઈ હતી. તેમની સાથે અનેક સાધુઓએ ચર્ચા કરી હતી પણ શ્રદ્ધા નહિ પરંતુ પૂજયશ્રીએ ખૂબ ચર્ચા કરી સૂત્ર સિદ્ધાન્તના સજ્જડ દાખલા આપી જેચંદભાઈને મૂળ શ્રદ્ધાએ લાવ્યા. પૂજ્યશ્રીમાં ઉત્તમ પ્રકારના જ્ઞાનની સાથે સમજાવવાની શક્તિ પણ અદ્ભુત હતી.
રાપરનું ચાતુર્માસ પૂર્ણ કરીને કચ્છ માંડવીમાં કરમચંદજી સ્વામીને દીક્ષા આપીને મેઘરાજજી સ્વામીને શિષ્ય તરીકે સોંપ્યા. તેઓશ્રી મેઘરાજજી સ્વામીના પ્રથમ શિષ્ય થયા. તેમની ઉંમર ૨૯ વર્ષની હતી. (દીક્ષિત થયા ત્યારે)
સંવત ૧૯૪૮નું ચોમાસું સાયલા કર્યું. આ ચોમાસામાં એક વખત સાંજના પ્રતિક્રમણ કરતા હતા. તેઓશ્રી જ્યારે કાઉસગ્નમાં હતા ત્યારે તેમની પાસે થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org