________________
આ છે અણગાર અમારા
ખેડાથી વિહાર કરી પૂજ્ય શ્રી સુરત પધાર્યા. ત્યાં તેમનો ઉપદેશ ભારે અસરકારક નીવડ્યો. ત્યાંના ભાવસાર જગજીવનદાસના એકના એક પુત્ર ઉત્તમચન્દ્રને વૈરાગ્ય ઉત્પન્ન થયો જેથી માતા શ્રી દિવાળીબહેનની અનુજ્ઞા માગી પરંતુ માતાએ પુત્રમોહના કારણે ના પાડી. વૈરાગી આત્માઓને ગમે તેટલા અટકાવવામાં આવે પરંતુ તેઓ ક્યાં સધી અટકે ? આખરે પુત્રના તીવ્ર વૈરાગ્ય આગળ માતાનું હૃદય પીગળી ગયું અને તેમણે એકના એક વહાલસોયા દીકરાને સંયમ લેવાની અનુજ્ઞા આપી. સંવત ૧૯૨૮ના ચૈત્ર સુદિ-૮ના સત્તર વર્ષની ઉંમરે તેમણે પૂજ્ય શ્રી લાધાજી સ્વામી પાસે દીક્ષા લીધી. તેઓશ્રી પૂજ્યશ્રીના બીજા શિષ્ય થયા. તેમનું નામ ઉત્તમચન્દ્રજી સ્વામી રાખવામાં આવ્યું.
આગળ જતાં ઉત્તમચન્દ્રજી સ્વામી સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત બન્યા. તેઓશ્રી આગમના પણ અચ્છા જાણકાર હતા. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી જૈન સમાજમાં ઉચ્ચ કક્ષાના વિદ્વાન થયા તેની પાછળ પાયાની પ્રેરણા પૂજ્ય શ્રી લાધાજી સ્વામી તથા પંડિતરાજ શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામીએ આપી હતી. બન્ને પૂજ્યોએ શરૂઆતમાં પંડિત સુખલાલજીને ધાર્મિક જ્ઞાન તથા પ્રારંભિક સંસ્કૃત શીખવાડ્યું હતું. આવાં સુવિહિત સંતોની કૃપાથી પંડિત સુખલાલજી કેટલી ઊંચી કક્ષાએ જઈ શક્યા ! સંતોની કૃપાના ફળ ખરેખર અદ્ભુત હોય છે.
૧૮૫
જે વખતે પંડિત શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામીએ દીક્ષા લીધી ત્યારે સુરતમાં બુલ્લર સાહેબ જેઓ મુંબઈના ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર હતા. તેઓ પૂજ્યશ્રીને મળ્યા અને ઘણા પ્રશ્નો પૂછયા. પૂજ્યશ્રી તરફથી સંતોષકારક જવાબ મળવાથી તેઓ ખૂબ ખુશ થયા. પૂજ્યશ્રીને વિનંતી કરી કે આપ સુરત ચાતુર્માસ પધારો, હું આપની પાસેથી જૈન સિદ્ધાન્તનું જ્ઞાન મેળવું. તેમની આવી ભાવના હતી પરંતુ કેટલાક સંજોગો અનુકૂળ ન હોવાથી પૂજ્ય શ્રી ત્યાં ચાતુર્માસ જઈ ન
શક્યા.
મુંબઈના પ્રસિદ્ધ ડૉક્ટર પીટર્સને પૂજ્યશ્રીની વિદ્વત્તાના વખાણ સાંભળી પત્ર વ્યવહાર દ્વારા ઘણાં પ્રશ્નોના ખુલાસા મેળવી ઘણો જ સંતોષ મેળવ્યો હતો. તેમને પૂજ્યશ્રીના પ્રત્યક્ષ દર્શનની ઘણી જ ઈચ્છા હતી. એક વખત પૂજ્ય શ્રી અમદાવાદમાં ચાતુર્માસ હતા ત્યારે ડૉ. પીટર્સનને કોઈક કારણસર અમદાવાદ જવાનું થયું. પૂ.શ્રીના ખબર મળ્યા કે તેઓશ્રી અહીં જ છે. સમાચાર મોકલાવ્યા કે આવતી કાલે હું આપની પાસે આવીશ પણ એકાએક અણચિંતવ્યું રાત્રે જ મુંબઈ જવાનું થયું તેથી પૂજ્યશ્રીના દર્શન થયા નહિ. મુંબઈ જઈ પત્ર લખી જણાવ્યું કે, ‘‘આપ જેવા મહાત્માના દર્શન કરવા હું ભાગ્યશાળી ન નીવડ્યો તે માટે દીલગીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org