________________
આ છે અણગાર અમારા
૧૮૩ સંવત ૧૯૦૩ વૈશાખ સુદ-૮ના દિવસ પૂજ્ય આચાર્ય શ્રી દેવજી સ્વામીએ લાધાભાઈને દીક્ષા આપી અને તેમનું નામ લાધાજી સ્વામી રાખ્યું. તે વખતે મેઘરાજકુમારની વય વધુ નાની હોવાથી દીક્ષા આપી નહિ.
“જ્ઞાનપ્રાપ્તિ માટે સખત પુરુષાર્થ અને પ્રમાદનો પરિત્યાગ”
સંવત ૧૯૦૩ થી ૧૯૧૦ સુધી નવદીક્ષિત મુનિશ્રીએ પૂજય ગુરુદેવ શ્રી દેવજી સ્વામી તથા તેમના ત્રીજા શિષ્ય ઉપાધ્યાય શ્રી શિવજી સ્વામી તેમજ અન્ય પંડિતો પાસે અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે છ સૂત્રો કંઠસ્થ કર્યાં. ૩૨ સૂત્રોનું સંપૂર્ણ જાણપણું પ્રાપ્ત કર્યું. તેમાં આશ્ચર્યની વાત એ છે કે કંઠસ્થ કરેલ અગર કોઈ પણ વાંચેલ પુસ્તમાંનો કોઈ પ્રશ્ન પૂછે તો જરા પણ અચકાયા વિના તુરત સંતોષ પમાડી જવાબ આપતા. તેમણે સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, કાવ્ય, કોષ, ન્યાય, અલંકાર, સાહિત્ય વગેરેના ગ્રન્થોનો ગહન અભ્યાસ કર્યો હતો. આવા જ્ઞાન સંપન્ન છતાં તેઓ તદ્દન નિરભિમાની હતા. શ્રી ભર્તુહરિએ સત્ય જ કહ્યું છે કે –
भवन्ति नम्रास्तरवः फलोद्गमैः । नवाम्बुभिर्भूमिविलम्बिनो धनाः ॥
अनुद्धताः सत्पुरुषाः स्मृद्धिभिः । રમાવ વૈષ પરોપકારપામ્ નીતિશતક ભાવાર્થ: (આંબા જેવા) વૃક્ષો જેમ ફળ આપે તેમ વધારે નીચા નમે છે, વાદળાઓમાં પાણી આવે તેમ જમીન તરફ નીચા નમે છે તેમ સતપુરુષોના જીવનમાં ગમે તેટલી સમૃદ્ધિ આવે (જ્ઞાન વગેરેની) છતાં અહંકારી થતા નથી પરંતુ વધારે નમ્ર બને છે. આ એમનો સ્વભાવ જ હોય છે.
“૨૪ વર્ષની ઉંમરે પોતાના ઉપર કરેલ સ્વતંત્ર ચાતુર્માસ” સંવત ૧૯૧૪ની સાલમાં વઢવાણ શહેરમાં મુનિરાજ શ્રી લાધાજી સ્વામીએ સ્વતંત્રપણે ચાતુર્માસ લઘુબંધુ મેઘરાજજી સ્વામી સાથે કર્યું. આ શહેરમાં કાકા કરમશી રખના કારણે મોટા ઉપાશ્રયમાં કોઈ સાધુ ચોમાસું રહેતા ન હતા. તે પંડિતરાજ શ્રી લાધાજી સ્વામીએ ત્યાં રહીને ઉપાશ્રય ખુલ્લો મૂક્યો.
તેમના લઘુબંધુ પૂજય શ્રી મેઘરાજજી સ્વામીએ સંવત ૧૯૦૪ની સાલમાં નવમા વર્ષે જેઠ સુદ-૪ના પૂજ્ય આચાર્ય શ્રી દેવજી સ્વામી પાસે દીક્ષા લીધી હતી. લીંબડી સંપ્રદાયમાં અત્યાર સુધી ૨૦૦ થી વધારે મુનિરાજો થઈ ગયા પરંતુ સૌથી વધારે નાની ઉંમરમાં દીક્ષિત થવાનું સૌભાગ્ય પૂ. શ્રી મેઘરાજજી સ્વામીને પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org