________________
૧૮૨
શ્રી લાધાજી સ્વામી તથા મેઘરાજજી સ્વામી લાધાભાઈને તે સુખોની ક્યાં પડી હતી. પોતાનો દઢ નિર્ણય મોટાભાઈને જણાવી દીધો. લાધાભાઈ થોડા દિવસમાં સમજી જશે અને દીક્ષા લેવાનો વિચાર પડતો મુકશે એમ સમજી તેજપાળભાઈએ તે વાત થોડા દિવસ છેડી નહિ પણ લાધાભાઈ તો દીક્ષા લેવા ખૂબ જ ઈંતજાર રહ્યા.
તેમનો આવો દઢ નિશ્ચય જોઈ ગામના આગેવાન ગૃહસ્થોએ પણ તેજપાળભાઈને દુરાગ્રહ છોડી દેવા કહ્યું. આ વખતે લાધાભાઈનું ધાર્મિક જ્ઞાન કેવું છે તેની કસોટી કરવા કેટલાક પ્રશ્નો તેમને પૂછવામાં આવ્યા જેના ઉત્તરો તેમણે કેવી રીતે હોંશિયારીથી આપ્યા તે નીચે વાંચવાથી સમજાશે. પ્રશ્ન : ધર્મથી શું શું ફાયદા થાય છે? ઉત્તર : ધર્મનું આરાધન કરવાથી અને ધર્મને સંપૂર્ણ રીતે સેવવાથી છેવટે મોક્ષગતિ
પ્રાપ્ત થાય છે. પ્રશ્ન : દયા કોની પાળવી? ઉત્તર : છ કાયના જીવોની. પ્રશ્ન : છ કાય કયા કયા છે? ઉત્તર : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય.
ચતુરાઈથી આવા ઉત્તરો આપ્યા તથા સંસારની અનિત્યતા, દેહની ક્ષણભંગુરતા, આયુષ્યની અસ્થિરતા વગેરે એવી સારી રીતે વર્ણવી બતાવ્યું કે દરેકને તેમની શક્તિનો ખ્યાલ આવ્યો કે આગળ જતાં આ બાળક વિદ્વાનોમાં અગ્રેસર થશે.
છેવટે તેજપાળભાઈએ સંઘ સમક્ષ આજ્ઞાપત્ર લખી આપ્યો. સંવત ૧૯૦૩ના વૈશાખ મહિનમાં પૂજ્ય આચાર્ય શ્રી દેવજી સ્વામી શિષ્ય પરિવાર સાથે પોતાની જન્મભૂમિ વાંકાનેરમાં પધાર્યા. તેમનો અમૃતમય બોધ સાંભળવા સ્વધર્મી, અન્યધર્મી તથા અમલદાર વર્ગ વગેરે સંખ્યાબંધ શ્રોતાઓ આવતા હતા. ત્યારે લાધાભાઈ ગુરુદેવ પાસે શાસ્ત્રનો અભ્યાસ કરતા હતા. તેમનાં વર્તન. વાણીથી વાંકાનેર સંઘને બહુમાન ભાવ જાગ્યો અને સંઘના અગ્રેસરોએ પૂજયશ્રી પાસે આ ઉમેદવારની દીક્ષાનો લાભ લેવા માટે ભાવના ભાવી. પૂજયશ્રીએ સંમતિ આપી.
- ગલી ગલીમેં ગુંજે નાદ-દીક્ષાર્થીનો જય જયકાર
વાંકાનેરની શેરીએ શેરીએ દીક્ષાની વાતો થવા લાગી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org