________________
આ
છે અણગાર અમારા
સાધકબંધુઓ પૂજ્ય સાહેબ શ્રી લાધાજી સ્વામી તથા પૂજ્ય સાહેબ શ્રી મેઘરાજજી સ્વામી.
કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં ગુંદાલા ગામ છે. ત્યાં માલસિંહ નામના શ્રાવક રહેતા હતા. તેમને દરેક સદ્ગુણોથી યુક્ત ગંગાબાઈ નામના ગૃહિણી હતાં. તેઓ શ્રી જ્ઞાતિએ વીસા ઓસવાળ હતા, તેમની અટક દેઢિયા હતી. તેમને ત્રણ પુત્રો હતાં. તેમના નામ અનુક્રમે તેજપાળભાઈ, લાધાભાઈ અને મેઘરાજભાઈ હતાં. વાલીબાઈ અને વેજબાઈ નામની બે પુત્રીઓ હતી. તેમાં શ્રી લાધાભાઈનો જન્મ વિ. સં. ૧૮૯૦માં અને શ્રી મેઘરાજભાઈનો જન્મ સં. ૧૮૯૫માં થયો હતો.
સંવત ૧૯૦૩માં લીંબડી સંપ્રદાયના દિવ્યયુગ પ્રર્વતક પૂજ્ય આચાર્ય શ્રી દેવજી સ્વામી ઘણા શિષ્યો સાથે કચ્છ ગુંદાલા પધાર્યા અને ત્યાં ધર્મોપદેશ આપવો શરૂ કર્યો. તેમનો બોધ એટલો બધો અસરકારક હતો કે ગમે તેવા કઠણ હૃદયના માણસને પીગળાવવા તેમનો એક જ વારનો ઉપદેશ બસ હતો. આવો અમૂલ્ય બોધ સાંભળવા દરેક શ્રાવક-શ્રાવિકાઓ હોંશભેર દોડી આવતા. કોઈ દિવસ આવો ઉપદેશ સાંભળ્યો ન હોય અને ફરીને સાંભળવા મળશે નહિ એવી ઉત્કંઠાથી આબાલવૃદ્ધ સૌ ઉપદેશામૃતનું પાન કરવા આવતા. આ ઉપદેશ સાંભળવા માલસિંહ ભાઈના ત્રણેય પુત્રો હંમેશા આવતા.
૧૮૧
એક વખત પૂજ્યશ્રીએ સંસારનું અનિત્યપણું વર્ણવતાં ઘણા ભવ્ય જીવના હ્રદય પીગળી ગયા. તેમાં ખાસ કરીને લાધાભાઈ અને મેઘરાજભાઈના હૃદય તો સંસારથી તન વિરક્ત બની ગયા અને સંયમ લેવાનો વિચાર થયો તેથી પોતાના જ્યેષ્ઠ બંધુ તેજપાળભાઈની અનુજ્ઞા મેળવી વિદ્યાભ્યાસ કરવા બન્ને ભાઈઓ પૂજ્ય આચાર્ય શ્રી દેવજી સ્વામી સાથે ગયા. પૂ. ગુરુદેવના ચરણોમાં રહી બન્ને ભાઈઓ વિનયપૂર્વક અભ્યાસ કરવા લાગ્યા.
श्रेयांसि बहुविघ्नानि भवन्ति महतामपि
અર્થાત્ મહાપુરુષોને પણ શ્રેયનાં કાર્યોમાં ઘણાં વિઘ્નો આવે છે.
અનુભવીઓના આ વચન પ્રમાણે કેટલાક દિવસ પછી તેમના વડીલબંધુ તેજપાળભાઈએ બન્ને ભાઈઓને પાછા ઘરે તેડી લાવવા પ્રયત્ન કર્યો પણ તે પ્રયત્નમાં તેઓ નિષ્ફળ નીવડ્યા. પાછળથી શીઘ્ર સંયમ લેવા માટે લાધાભાઈને તીવ્ર ઈચ્છા થઈ ત્યારે વડીલ બંધુની રજા લેવા માટે ગુંદાલા આવ્યા. તેજપાળભાઈએ રજા આપવાની ના પાડી. સંસારનાં સુખોનું વર્ણન કર્યું પરંતુ
Jain Education International
"
For Private & Personal Use Only
www.jainelibrary.org