________________
આ છે અણગાર અમારા
૧૭૯ એ જ ચાતુર્માસમાં માંડવીથી દોશી પોપટભાઈ ૧૦૦ માણસોનો સંઘ લઈ પૂજયશ્રીને વંદન કરવા આવ્યા હતા. લીંબડીથી સંઘે ૨૫ દિવસ તેમને રોકી ખૂબ જ આગતાસ્વાગતા કરી. જૂનાગઢથી નાથાભાઈ દેવચંદ સંઘ લઈ આવ્યા, મોરબીથી મહેતા અંબાવીદાસ ડોસાણી, વાંકાનેરથી શેઠ પ્રેમજી મનજી સંઘ લઈને આવ્યા હતા. બધા મળી ૨૫૦ માણસો હતા. તેમને લીંબડીના સંઘે ૨૦ દિવસ રોક્યા. ગામમાં થાળીઓ, સાકર વગેરે વહેંચવામાં આવી સંઘજમણ વગેરે ઘણા થયા
હતા.
આ પ્રસંગ ઉપરથી ખ્યાલ આવી શકે છે કે તે વખતે શ્રી સંઘમાં અતિથિ સત્કારની ભાવના કેટલી ઊંચી હશે ! “અતિથિર્દેવો ભવ” એ મહાકાવ્યને ધ્ધયમાં ઉતાર્યું હશે ત્યારે આટલા દિવસ રોક્યા હશે. આજે તો અતિથિ મહેમાન આવે એટલે માણસોનું મોટું ફરી જાય એક વિદ્વાને કહ્યું છે કે –
अतिथिर्यस्य भग्नाशो, गृहात्प्रतिनिवर्तते ।
स तस्मै दुष्कृतं दत्त्वा । पुण्यमादाय गच्छति ॥ અર્થાત્ જેને ત્યાં અતિથિ આવી હતાશ થઈને પાછા જાય છે તે તેને દુષ્કૃત આપીને પુણ્ય લઈ જાય છે. પૂજ્યશ્રીના પુણ્યપ્રભાવને કારણે સંપ્રદાયની દરેક રીતે જાહોજલાલી હતી.
“શ્રીમદ્ રાયચંદભાઈ કૃત દોહરા” દીપચન્દ્રજી દેખીયે, નીતિ કેરા નાવી ધર્મધુરન્ધર ધારણા, પૂરણ પ્રેમ પ્રભાવ છે
(ભુજંગી છંદ) સદા ધર્મના મર્મને જાણનારા ઘણા ભેદે શાસ્ત્રોતણા આણનારા ! મહાપૂજ્યરૂપે કુધર્મો વિદાર્યા! ભલે પ્રેમ પેખી પધાર્યા પધાર્યા છે. અહો ધન્ય છે મોરબી ગુણનિધિ 1 વળી ધન્ય છે શ્રાવકો પારસિદ્ધિ છે. ખરા સુત્ર પાઠો પ્રીતેથી ઉચ્ચાર્યા ભલે પ્રેમ પેખી પધાર્યા પધાર્યા II સદા મુખમાં જેમને મિષ્ટ વાણી ! નહિ પંથ વેરી તણી ગાંઠ તાણી ! અરિહંત શબ્દો મુખેથી ઉચ્ચાર્યા ભલે પ્રેમ પેખી પધાર્યા પધાર્યા છે ગણ્યો આ સંસાર સર્વે ધૂળધાણી. ધર્યો ભાવ સ્નેહ દયાગુણ જાણી II હરી સર્વ શંકા પૂરા પૂજ્ય ધાર્યા ભલે પ્રેમ પેખી પધાર્યા પધાર્યા ! તજી જાળને આણીઓ કર્મપ્રાણી કર્યો પ્રેમ આણી ઉરે સુવિચારો | વડા રાયચંદ્ર પ્રણામો ઉચ્ચાર્યા ભલે પ્રેમ પેખી પધાર્યા પધાર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org